Home »Daxin Gujarat »Latest News »Surat City» Three Blood Stem Sell Donater Honor Program Held In Surat

સુરતઃ રક્તવિકારની બીમારીથી પીડિતોને નવજીવન આપનાર ત્રણનું થયું સન્માન

divyabhaskar.com | Mar 20, 2017, 03:34 AM IST

સુરત:‘મારી દીકરી વિશ્વા માંડ છ મહિનાની હતી ત્યારથી તેને થેલેસેમિયા મેજર થઈ ગયો હતો.  તેને પરિવારમાંથી કોઈ મેચ નથી મળતું.તેને બ્લડ ટ્રાન્સમિશનથી જીવાડી રહ્યો છું. ઘણી જ તકલીફમાંથી પસાર થઈ રહ્યો છું, બ્લડ ડોનરને શોધવો, દર અઠવાડિયે દીકરીને બ્લડ ચઢાવવું પડે છે. માટે દાત્રી બ્લડ સ્ટેમ સેલ ડોનર્સ રજિસ્ટ્રી સંસ્થામાં વધુ ને વધુ લોકો નામ નોંધાવે તો મારી દીકરીને પણ તેનો મેચ મળી જાય ને નવું જીવન મળે...

આ વ્યથા શહેરની માંડ 4 વર્ષીય દીકરી વિશ્વાના પિતા વિક્રમભાઈએ ઠાલવી હતી. દર વર્ષે દેશમાં દશ હજાર બાળકો થેલેસેમિયાની બીમારી સાથે જન્મે છે. આવા લોહીવિકારથી પીડાતા શહેરમાં 300થી વધુ બાળ-દર્દીઓ હોવાનું દાત્રી સંસ્થાના સીઈઓ રઘુરાજગોપાલે બ્લડ સ્ટેમ સેલ દાતાઓના સન્માનના કાર્યક્રમમાં જણાવ્યું હતું.

જીવલેણ લોહીવિકારથી પીડાતા દર્દીઓને બ્લડ સ્ટેમ સેલ દાતા શોધી જીવન બચાવવાની તક આપતી દાત્રી નામની સંસ્થાનાં જલ્પાબેને જણાવ્યું હતું કે, બ્લડ કેન્સર, થેલેસેમિયા, લિમ્ફોમા, એપ્લાસ્ટિક એનિમિયા સહિતની રક્તવિકારની બીમારીઓથી પીડાતા દર્દીઓનું જીવન બચાવવા ‘દાત્રી’ બ્લડ સ્ટેમ સેલ ડોનર્સ રજિસ્ટ્રી સંસ્થા કાર્ય કરે છે. પીડીત દર્દીઓને નવું જીવન આપનારા અનિલ પટેલ, ભાવેશ ધામેલિયા અને વાઘજીભાઈ ખુમાણ સહિતના પોતાના બ્લડ સ્ટેમ સે દાતાઓનું સન્માન કરાયું હતું.

234 દર્દીઓના બ્લડ સ્ટેમ સેલ દાનમાં મદદ કરાઈ

દાત્રીમાં 1,88 લાખથી વધુ સ્વૈચ્છિક દાતાઓ નોંધાયેલા છે. ગુજરાતમાં 23 હજારથી વધુ દાતાઓ નોંધાયેલા છે અને અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 16 દાતાઓએ જ પોતાના બ્લડ સ્ટેમ સેલનું દાન કર્યું છે. સુરત ખાતે પણ 8500 દાતાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. લોકોમાં જાગૃતિ આવે અને  વધુ ને વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવે તો જરૂરિયાતમંદ દર્દીઓને તેનું મેચ મળી  મળી શકે છે. 10 હજારે માંડ એક દર્દીને મેચ મળે છે. તેથી લોકો વધુ ને વધુ બ્લડ સ્ટેમ સેલ દાતા બની જીવનદાન આપી મોટામાં મોટું માનવતાનું કાર્ય પોતાના જીવનમાં કરી શકે છે.

રજિસ્ટર્ડ થવા ગાલની અંદરના ભાગમાંથી નમૂનો લેવાય છે

દાતા બનવા રજિસ્ટર્ડ થવા માટે 18 થી 50 વર્ષની વય હોવી જોઈએ, વ્યક્તિના ગાલની અંદરના ભાગમાંથી નમૂનો લેવામાં આવે છે અને રજિસ્ટ્રેશન ફોર્મમાં પૂરતી માહિતી ભરવાની રહે છે. બ્લડ સ્ટેમ સેલ દાન કરવાથી સામાન્ય જીવન પર કોઈ અસર પડતી નથી. બહુ ઓછા દાતાઓને ઈન્જેક્શનના 5 દિવસ દરમ્યાન ઝીણો માથાનો દુખાવો, ઉબકા, શરીરનો દુખાવો અનુભવાય છે. પરંતુ તબીબ દ્વારા અપાતી પેરાસિટામોલથી એ દૂર થઈ જાય છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: three blood stem sell donater honor program held in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended