Home »Daxin Gujarat »Latest News »Surat City» Terrorist Yasin Bhatkal Brought Surat By Police In Case Of 29 Bomb Found In Surat

મોડીરાત્રે આતંકી યાસીન ભટકલને સુરત લવાયો, 29 બોમ્બ કર્યા'તા પ્લાન્ટ

divyabhaskar.com | Apr 20, 2017, 12:12 PM IST

  • મોડીરાત્રે અમદાવાદથી આતંકી ભટકલનો કબજો મેળવી ઉમરા પોલીસમાં લવાયો
સુરતઃસુરતમાં 29 બોમ્બ મળ્યા હતા. આ બોમ્બકાંડના સૂત્રધાર યાસીન ભટકલનો અમદાવાદ પોલીસ પાસેથી કબજો લઈ સુરત પોલીસે બુધવારે કોર્ટમાં રજૂ કરી 27મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જેથી મોડીરાત્રે ભટકલને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમરા પોલીસ સ્ટેશન લવાયો હતો. સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કરાયા તે તમામ 13 જગ્યા યાસીને જ પસંદ કરી હતી. 4 દિવસ સુધી રાત્રે 12થી સવારે 4 સુધીના સમયગાળામાં બોમ્બ પ્લાન્ટ કરાયા હતા. 
 
આઠ દિવસના મળ્યા રિમાન્ડ
 
તા. 27-7-2008ના રોજ સિટીલાઇટમાં પહેલો બોમ્બ મળ્યા બાદ છેક તા. 9-8-2008 સુધી બોમ્બ મળ્યા હતા. આ બોમ્બકાંડનો સૂત્રધાર યાસીન ભટકલ દોઢેક વર્ષ પૂર્વે એનઆઈએની ટીમના હાથે નેપાળ બોર્ડર પરથી પકડાયો હતો. જેનો અમદાવાદ પોલીસે કબજો લીધો હતો. હાલમાં સુરત પોલીસે કબજો મેળવ્યો છે. ભટકલના રિમાન્ડમાં પોલીસે કુલ 20 ગ્રાઉન્ડ રજૂ કર્યા હતા. જેમાંથી સાતેક ગ્રાઉન્ડ જજે ગ્રાહ્ય રાખ્યા હતા. જેને કેન્દ્રમાં રાખી તા. 27મી સુધીનાં રિમાન્ડ મંજૂર થયાં હતાં.
 
આ મુદ્દાને કેન્દ્રમાં રાખી રિમાન્ડ મંજૂર કરાયા 
 
બોમ્બ પ્લાન્ટ કરતી વખતે યાસીન ભટકલ છ દિવસ સુરતમાં રોકાયો હતો. બોમ્બ પ્લાન્ટ કરતી વખતે વરાછામાં ઝવેરચંદ મેઘાણી બાગ ખાતે વોચમેન સાથે ઝઘડો થયો તેમાં પણ તે હાજર હતો. જેથી બોમ્બ પ્લાન્ટ કર્યા તે તમામ જગ્યાએ તપાસ માટે તેને લઈ જવો પડે. છ દિવસ તે ધાસ્તીપુરામાં તન્વીરના ઘરે રોકાયો ત્યાં લઈ જવો પડે અને વોચમેન સમક્ષ તેની ઓળખ પરેડ કરાવવી પડે વગેરે મુદ્દાને કેન્દ્રમાં રાખી તેનાં રિમાન્ડ મંજૂર કરાયા હતા.
 
તન્વીરે જગ્યા બતાવી ને ભટકલે મ્હોર મારી
 
યાસીન ભટકલે સુરતના તન્વીરને સાથે રાખી તમામ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. તન્વીર જે જગ્યા  બતાવતો તેમાંથી પસંદ યાસીન જ કરતો હતો. એ પસંદ કરે પછી તે જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવતો હતો. સતત ચાર દિવસ સુધી રોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધીના સમયગાળામાં 13 જગ્યાએ 29 બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
  
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: terrorist yasin bhatkal brought surat by police in case of 29 bomb found in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended