Home »Daxin Gujarat »Latest News »Surat City» Surati Diamond Merchant Govindbhai Dholakiya Say About Success Key Of Modern Management To Student

આ સુરતી બિઝનેસમેને રૂ.400થી શરૂ કરેલા ધંધાને પહોંચાડ્યો 6 હજાર કરોડે

divyabhaskar.com | Jan 19, 2017, 08:57 AM IST

  • હીરા ઉદ્યોગમાં સફળતાના શિખરે પહોંચેલા ગોવિંદભાઈએ સ્ટુડન્સટને સફળતાનો મંત્ર કહ્યો હતો.
સુરતઃ- અનુભાઈ તેજાણીના ષષ્ઠીપૂર્તિ મહોત્સવ અંતર્ગત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને હરિરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘મોર્ડન મેનેજમેન્ટ ટેકનિક્સ’ સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે રૂપિયા 400થી હીરાનો પહેલો સોદો કરીને આજે 6 હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી એસઆરકે કંપની વિષે ગોવિંદ ધોળકીયાએ સ્ટુડન્ટસને માર્ગદર્શન આપ્યું હતું. સાથે ધંધામાં સફળતા મેળવવા માટે સિધ્ધાંતોની મુક્ત મને ચર્ચા કરી હતી.
 
માત્ર અક્ષરજ્ઞાન નહીં લાયક બનો
 
‘દરેક વિદ્યાર્થીને એક પ્રશ્ન હોય છે કે, મારું જ્ઞાન ક્યાં કામ લાગશે? અક્ષરજ્ઞાન આ દુનિયામાં ક્યાંય કામ નથી લાગતું.પણ એ   કારની લાઈટ જેવું છે. કારમાં દિવસે લાઇટની જરૂર નથી પડતી પણ અંધારામાં કે રાત્રે લાઇટ વિના કામ નથી ચાલતું.  જ્યારે તમારે દુર્ગમ પરિસ્થિતી કામ કરવાનું આવે ત્યારે તમારું આ અક્ષરજ્ઞાન કામે લાગે છે.’ , લાયક બનવા 1000 દિવસની ટ્રેનિંગ લો અને લાયક બન્યા પછી લોકો તમારી પાસે આવશે. 
 
સુખ દુઃખ વિષે આપ્યું પોતાની આંગળીનું ઉદાહરણ
 
ગોવિંદભાઈએ પાંચ વર્ષે આંગળી કચડાયાનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, ખેતીકામ કરતી વખતે સવારે છ વાગ્યે દેશી લાકડાના વ્હિલવાળી ગાળીના લોખંડના પાટા નીચે તેની આંગળીઆવી જતાં પાપડ થઈ ગઈ હતી. સવારે છ વાગ્યાથી શરૂ થયેલી પીડા સાંજે સાત વાગ્યા સુધી પારાવાર પીડાતા રહ્યાં. સાંજે બહારગામ ગયેલા બાપુજી આવ્યા અને આંગળી જોઈ બીજા દિવસે દવાખાને લઈ જવાનું કહ્યું, દૂધાળાથી લાઠી બીજા દિવસે લઈ ગયા અને દવાખાને પાટા પટ્ટી કરાવી અને રિટર્નમાં પેંડા લઈ આપ્યાં. મારા માટે આ ક્ષણ આંગળીની પીડા કરતાં પેંડા ખાવાની ખુશી વધારે હતી. એટલે સુખ દુઃખમાં ક્યારેય પણ ન છલકાવાનો બોધપાઠ આ ઘટના પરથી આપ્યો હતો.
 
પહેલા સોદાથી જાળવી નીતિમત્તા
 
ગોવિંદભાઈએ પહેલા સોદા વિષે જણાવ્યું હતું કે, તે વખતે ખીસ્સામાં 400 રૂપિયા હતા અને 920 રૂપિયાના હીરા ખરીદયા. બાકીના રૂપિયા ઉછીના લઈને પહેલો માલ ખરીદયો. બાદમાં એ વેચવા માટે કાળી ધાર કરી હીરાને ચમકાવવામાં કેરેટ દીઠ બસ્સો રૂપિયા વધારે મળતાં હતાં. પરંતુ એ કર્યુ નહીં. અને વેપારીને સાચુ જણાવ્યું કે, આ હીરામાં કાળી ધાર કરી છે. ત્યારથી લઈને અત્યાર સુધી અનીતિનો રસ્તો અપનાવ્યો નથી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો કંપનીને ઉંચાઈઓ પર લઈ જવા ક્યા સિધ્ધાંતો જાળવી રાખ્યાં
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surati Diamond Merchant govindbhai Dholakiya Say About Success Key of Modern Management To Student
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext