Home »Daxin Gujarat »Latest News »Surat City» Surati CA Girl Alone Travel Of Simla And Manali, Share Experience About Travelling

જ્યારે એક સુરતી ગર્લ એકલી નીકળી ફરવા, ધ્રુજાવી દેતા અનુભવ કર્યા શેર

divyabhaskar.com | Mar 17, 2017, 11:40 AM IST

  • છોકરીઓને એકલા ફરવામાં થતા અનુભવો જાણવા સી.એ છોકરી એક મહિનો બેકપેક સાથે સિમલા-મનાલી ફરી આવી
સુરતઃ એક સી.એ 1 મહિના માટે માત્ર બેકપેક લઇને સિમલા-મનાલી ફરી આવી હતી. છોકરીઓ એકલી ફરવા જાય ત્યારે કેવા અનુભવો થાય એ જાણવાનાં મૂળ પ્રયોજન સાથે એકલી ફરવા નીકળેલી પંક્તિ ત્રિવેદીએ પાછા ફરીને અનુભવો શેર કર્યા હતા. પંક્તિએ કહ્યું, ‘છોકરી તરીકે જો તમે હિંમત રાખો, તો તમને કોઇ ખરાબ અનુભવો થતા નથી. એના માટે શરત એટલી કે સારા માણસો ઓળખતા આવડવું જોઇએ.’ પંક્તિ માત્ર પાંચ જોડી કપડા અને દસ હજાર રૂપિયા સાથે એક મહિના માટે ફરવા નીકળી પડી હતી. 
 
હોટલમાં નહીં પેઇંગ ગેસ્ટ તરીકે રહી
 
પંક્તિએ જણાવ્યું હતું કે, મેં ફક્ત મનાલી જવાનું અને ત્યાંથી સુરત આવવાની ટિકિટ્સ કરાવી હતી. મનાલી જઇને ક્યાં રહીશ એનું કોઇ પ્લાનિંગ ન્હોતું. મારી પાસે માત્ર દસ હજાર રૂપિયા હતા અને એમાં એક મહિનો પસાર કરવાનો હતો. મનાલીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનો ઓપ્શન પસંદ કર્યો હતો. જ્યાં રહેતી એ જ મને જમાડતાં. એમને ત્યાં જે મહેમાન આવતાં, એમને પગે લાગતી તો બક્ષિસમાં રૂપિયા આપતા હતો. આમ, દસ હજારમાં થોડા રૂપિયા ઉમેરાયા હતા. ત્યાં ફરવા જવા માટે જે મિત્રો મળતા તેના સાથે ફરવા નીકળી પડતી હતી. અને હું એક મહિનો મજેથી ફરીને ઘરે આવી ગઇ છું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, બસના ડ્રાઈવરને ઢોરમાર મારવામાં આવ્યો, કોઈ બચાવવા ન ગયું
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surati CA girl alone travel of simla and manali, share Experience about travelling
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended