Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Young Man Do Rape 2.5 Year With Colleague Girl And Give Thereat To Video On Social Media

સુરતઃ સાથી કર્મચારીનું યુવતી પર દુષ્કર્મ,વીડિયો જાહેર કરવાની આપી ધમકી

divyabhaskar.com | Jan 11, 2017, 10:09 AM IST

  • યુવતીને દુષ્કર્મની ફરિયાદ કરતાં સિવિલમાં લાવવામાં આવી હતી.
સુરતઃ- પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ તેના સાથી કર્મચારીએ અઢીવર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવક પરિણીત હોવાની જાણ થતાં યુવતીએ સંબંધો કાપી નાખ્યા હતાં. જેથી યુવકે અંગત પળોનો વીડિયો ફરતો કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી યુવતીને મેડીકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી.
 
અઢીવર્ષ સુધી ગુજાર્યુ દુષ્કર્મ
 
દુષ્કર્મની ફરિયાદ બાદ સિવિલ હોસ્પિટલમાં મેડીકલ તપાસ માટે લાવવામાં આવેલી યુવતીએ જણાવ્યું હતું કે, રવિન્દ્રસિંગ મોતીસિંગ ઠાકુર નામના યુવક સાથે તેણી અઢી વર્ષથી કામ કરતી હતી. આ દરમિયાન રવિન્દ્રસિંગે પોતે અપરણીત હોવાની ઓળખ આપી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.પરંતુ જ્યારે તેણીને ખબર પડી કે રવિન્દ્રસિંગ પરણિત છે. તો તેણીએ સંબંધ તોડી નાખ્યા હતાં. આથી રવિન્દ્રસિંગે અગાઉની અંગત પળોનો ચોરીછૂપીથી ઉતારેલો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
 
રિક્ષામાં લઈ જઈ ગુજાર્યુ દુષ્કર્મ
 
છેલ્લે ઓફિસે બોલાવી યુવતીને રિક્ષામાં બેસાડીને સચિન મગદલ્લા રોડ પર આવેલી એક રેસિડન્સીના ત્રીજા માળે લઈ ગયો હતો. અને ત્યાં બે વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં ત્યાંથી નીકળીને યુવતી સીધી સચિન પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. જ્યાં તેણીએ મરજી વિરુધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ માટે યુવતીને મેડીકલ ચેક અપ માટે લઈ આવી હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Young Man Do Rape 2.5 Year With Colleague Girl And Give Thereat To Video On Social Media
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended