Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Will Be Roll Model Of World 42 Country, India First Strategy Present

વિશ્વના 42 દેશમાં સુરત રોલ મોડલ બનશે, દેશની પહેલી સ્ટ્રેટજી રજૂ

divyabhaskar.com | Apr 20, 2017, 09:03 AM IST

  • 100 શહેરોમાંથી પાલિકાએ સ્ટ્રેટજી તૈયાર કરતા પુસ્તકનુ લોકાર્પણ કર્યું
સુરત:સમગ્ર વિશ્વમાં વિવિધ કુદરતી આફતોનો સામનો કરી રહેલા 42 દેશના 100 શહેરમાં સુરત રોલ મોડલ બનવાનું છે. તેમાં 100 શહેરોમાંથી સુરતે આ માટેની સ્ટ્રેટજી તૈયાર કરતા એક પુસ્તકનુ લોકાર્પણ પણ કર્યું છે. તેમાં કુદરતી આફતોનો સામનો કરવા માટે કેવા પ્રકારના પગલાં સુરત લઇ રહી છે તેવી તમામ ઝીણવટભરી માહિતી રજૂ કરવામાં આવી છે. આ માહિતીને વિશ્વના અન્ય દેશો સાથે આદાન પ્રદાન કરવામાં આવશે.
 
દેશની સૌથી પહેલી સીટી રેસીલિયન્સ સ્ટ્રેટજી રજૂ કરાઇ
  
વિશ્વની 100 રેસીલિયન્સ સિટી, રોકફેલર ફાઉન્ડેશનના સહકારથી શહેરમાં ટ્રાફિક, વાહન વ્યવસ્થા, પાણી, હાઉસીંગ, સામાજીક સમરસતા, શહેરી આરોગ્ય, આર્થિક સધ્ધરતા અને પર્યાવરણ જેવી બાબતોને વધુ મજબુત બનાવવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં ‌દેશની સૌથી પહેલી સીટી રેસીલિયન્સ સ્ટ્રેટજી રજૂ કરાઇ છે. જેથી દેશના અને વિશ્વના અન્ય શહેરોમાં પણ સુરત રોલ મોડલ બનવાનુ છે.
  
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કુદરતી આફતોના કેલ કેવી રીતે કરવો તે માટેની કાર્યવાહી શરૂ કરી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: surat will be roll model of world 42 country, india first Strategy present
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended