Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Vesu Area 12th Standard Student Commit Suicide With Hang After Father Agree

સુરતઃ ધો.11ની સ્ટુડન્ટને પિતાએ ઠપકો આપી મોબાઈલ લઈ લેતા આપઘાત

divyabhaskar.com | Feb 18, 2017, 09:36 AM IST

  • પિતાએ ઠપકો આપતાં યુવતીએ આપઘાત કરી લીધો હતો.
સુરતઃ- વેસુ વિસ્તારમાં આવેલા નંદીની હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતી ધોરણ 11ની સ્ટુડન્ટે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મોબાઈલ પર ચેટ કરતી દીકરીને પિતાએ રાત્રે ઠપકો આપ્યાં બાદ યુવતીએ આપઘાત કરી લીધો હતો. હાલ યુવતીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 
 
બેડરૂમમાં જ યુવતીએ ખાધો ફાંસો
 
ધોરણ 11માં અભ્યાસ કરતી વંશિકા વિશ્વનાથન વેસુ વીઆઈપી રોડ પર આવેલા નંદીની હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. મૂળ દિલ્હીની રહેવાસી વંશિકાના પિતા લુમ્સના કારખાનેદાર છે. અને ગતરાત્રે વંશિકા મોબાઈલમાં ચેટ કરતી હતી. આ દરમિયાન પિતાએ ઠપકો આપ્યો હતો. બારમાં ધોરણમાં હોવાથી વાંચવાની સલાહ આપી પિતાએ મોબાઈલ લઈ લેતાં વંશિકાને ખોટુ લાગી આવ્યું હતું. અને બાદમાં બેડરૂમમાં જ દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Vesu Area 12th Standard Student Commit Suicide With Hang after Father Agree
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended