Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Variyav Khadi Near Death Body Kept With Two Cut Of Body And Had Also Cut

સુરતઃ કોથળામાંથી મળી લાશ, ધડના બે ટુકડાં, માથું મળ્યું અલગ

divyabhaskar.com | Jan 11, 2017, 10:08 AM IST

  • ધડના બે કટકા સાથે અલગ માથું મળી આવ્યું હતું.
સુરતઃ વરિયાવ ખાડી પાસેથી માથું અને હાથ પગ કપાયેલી લાશ મળી આવી હતી. ધડના બે ટુકડાં કરવાની સાથે સાથે માથું પણ અલગ મળી આવ્યું હતું. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે એક સપ્તાહમાં બીજી લાશ સરખી મોડસ ઓપરેન્ડીથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
 
ખાડી કિનારેથી મળ્યો મૃતદેહ
 
સુરતના વરિયાવ ખાડી પાસેથી માથું અને હાથ પગના કટકાં અને માથું કપાયેલી લાશ મળી આવી હતી. સ્થાનિકોએ કપાયેલી લાશના ટુકડાં જોતા ભયના માર્યા પોલીસને જાણ કરી હતી. જેથી જહાંગીરપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સપ્તાહમાં બીજી વાર કપાયેલા માથા સહિતની લાશ મળી આવતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને વધુ તપાસ હાથ ધરી હતી.
 
પાંડેસરામાંથી પણ મળી હતી લાશ
 
પાંડેસરા વિસ્તારમાં પણ ધડ વગરનું માત્ર માથું મળી આવ્યું હતું. ત્યારે સપ્તાહમા જ વરિયાવી ખાડીથી એ જ મોડસ ઓપરેન્ડી પ્રમાણેનું બીજું માથું ધડથી અલગ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. એક પછી એક લાશ મળી આવતાં લોકોમાં ગભરાહટનો માહોલ પેદા થયો છે. અને હત્યારાઓ એક જ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
 
હત્યા કરી લાશ ફેંકાયાની આશંકા
 
લાશના મળી આવેલા ત્રણ ટુકડાઓની હત્યા અન્ય જગ્યાએ કરી અને લાશના ટુકડા પણ ત્યાં જ કરાયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કારણ કે, લાશ જ્યાંથી મળી આવી છે ત્યાં હત્યા બાદ ટુકડા થયા હોવાના ચિહનો મળતાં નથી. એટલે મળી આવેલી લાશની અન્ય જગ્યાએ હત્યા કરીને અહીં મૃતદેહના ટુકડા ફેંકી દેવામાં આવ્યાં હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 
પોલીસે ઓળખ મેળવવા તપાસ શરૂ કરી
 
પોલીસે પ્રાથમિક તબક્કે હત્યારાઓને ઝડપવાની દિશામાં તપાસ કરવાની સાથે સાથે મૃતકની ઓળખવિધી માટે તપાસ શરૂ કરી છે. યુવક ક્યાંનો છે અને કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Variyav Khadi Near Death Body Kept With Two Cut Of Body And Had Also Cut
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext