Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Udhana Area Under Over Bridge Parked Car Fire Brooke In Two Park

સુરતઃ ઓવર બ્રીજ નીચે પાર્ક થયેલી 2 કારમાં મોડીરાત્રે લાગી ભીષણ આગ

divyabhaskar.com | May 18, 2017, 10:18 AM IST

  • ઓવર બ્રીજ નીચે પાર્ક થયેલી 2 કારમાં મોડીરાત્રે લાગી ભીષણ આગ
સુરતઃ ઉધના ઓવરબ્રીજ નીચે પાર્ક બે ફોર વ્હિલ કાર અચાનક સળગી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. બુધવારની મધરાત્રે સર્જાયેલી આ ઘટના બાદ તાત્કાલિક ફાયરના જવાનો દોડી આવતા બર્નિંગ કારની આગને કાબુમાં લેવામાં સફળ રહ્યા હતા. જોકે સીએનજી અને ડીઝલ કાર આગની જ્વાળાઓમાં બળીને ખાક થઈ ગઈ હતી.
 
રાત્રીના દોઢ વાગ્યે લાગી આગ
 
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ઘટના લગભગ બધુવાર રાત્રીના દોઢ વાગ્યાની હતી. ઉધના રોકડિયા હનુમાન મંદિરની સામેના ઓવરબ્રીજ નીચેના પાર્કિંગમાં બે કાર સળગતી હોવાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. બર્નિંગ કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી. જોકે આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.
 
મોટી દુર્ઘટના ટળી
 
સળગી ઉઠેલી બે પૈકી એક કાર સીએનજી સ્પાર્ક હતી. જેનો નંબર GJ 21 M 7907 જેમના માલિક ઇબ્રાહિમ ખાન સાહેબ હોવાનું અને બીજી કાર ડીઝલ GJ 5 CJ 5272 હોવાનું જાણવા મળ્યું હતું. આજુબાજુ બીજી કાર પણ પાર્ક હતી. જોકે સમય સૂચકતાને લઇ તથા ફાયરબ્રિગેડની ટીમે સમયસર પાણીનો મારો ચલાવતાં મોટી દુર્ઘટનાને ટાળી શકાઈ હતી.
 
એક કલાક કુલિંગનું કામ ચાલ્યું
 
ફાયર ઓફિસર ખડીયાએ જણાવ્યું હતું કે, આ પાર્કિંગમાં 10 જેટલી ફોર વ્હિલ કાર પાર્ક હતી.જે પૈકીની બેમાં જ આગ લાગી હતી. જેની પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નહોતું. પરંતુ ઇબ્રાહિમભાઈ નામના વ્યક્તિ સેકન્ડ હેન્ડ કાર લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું અને આ બંન્ને કારની માલિકી પણ તેમની જ હોવાનું જાણવા મળ્યું હતું. દુર્ઘટના બાદ લગભગ 1 કલાક જેટલો સમય કુલિંગ કરતા થયો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Udhana Area Under Over bridge Parked Car Fire Brooke In Two Park
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended