Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Two Students Made Parallel Hybrid Bike And Get Title Of Worlds Only One BIKE

સુરતઃ માત્ર છ મહિનામાં જ સ્ટુડન્ટે બનાવી અનોખી પેરેરલ હાઇબ્રિડ બાઇક

divyabhaskar.com | Jan 15, 2017, 14:40 PM IST

  • સુરતના બે વિદ્યાર્થીઓએ માત્ર છ મહિનામાં જ એક અનોખી પેરેરલ હાઇબ્રિડ બાઇક બનાવી
સુરતઃવિશ્વમાં વેપાર અને ઉદ્યોગને લઇ ખ્યાતનામ બનેલું સુરત હવે ટેકનોલોજી અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે વિકાસનું ગ્રોથ એન્જિન બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરતના બે વિદ્યાર્થીઓએ માત્ર છ મહિનામાં જ એક અનોખી પેરેરલ હાઇબ્રિડ બાઇક બનાવી છે. આ હાઇબ્રિડ બાઇકને વિશ્વની એકમાત્ર બાઇક તરીકેનો ખિતાબ મળ્યો છે. જેથી લિમ્કા બુકમાં પણ આ બાઇકને સ્થાન મળ્યું છે. પેટ્રોલ અને બેટરીથી ચાલતી 200સીસી અને રીવર્સમાં ચાલતી આ બાઇક ગોવામાં આયોજીત 2016 ઇન્ડિયા બાઇક વીકમાં ઇનોવેટીવ ટ્રોફીથી પણ સન્માનિત કરાઇ છે. 
 
છ મહિનાની મહેનતે 200સીસીની પેરેલલ બાઈબ્રિડ બાઇક થઈ તૈયાર
 
બાઈક બનાવનાર સ્ટુડન્ટ રૂઝબેહએ જણાવ્યું હતું કે, શહેરની ભગવાન મહાવીર કોલેજમાં ડિપ્લોમાં પછી ઓટોમોબાઇલમાં ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. લગભગ દોઢ વર્ષથી તેઓ મિત્ર મોઇઝ રસાવાલા સાથે એક અનોખી બાઇક બનાવવાનું કામ કરી રહ્યા હતા. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને અને સુરત વિશ્વમાં વેપાર-ઉદ્યોગ બાદ ઓટોમોબાઇલસથી ઓળખાય. લગભગ સતત છ મહિના સુધી ચાલેલા ડિઝાઇન કામ બાદ 4 ગીયરવાળી બાઇકની પેટન્ટ તૈયાર થઇ હતી. હવે આ હાઇબ્રિડ બાઇકને વિશ્વની એકમાત્ર બાઇક તરીકેનો ખિતાબ મળ્યો છે. જેથી લિમ્કાબુકમાં પણ આ બાઇકને સ્થાન મળ્યું છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, હાઈબ્રિડ બાઈકની ખાસિયત, વિશ્વની એકમાત્ર એવી બાઇક છે જે ચારેય ગીયર સાથે રીવર્સમાં ચલાવી શકાય
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: surat two students made parallel hybrid bike and get title of worlds only one BIKE
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext