Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Sachin Hajira High Way Full Speed Car Want Save To Bike And Accident

સુરતઃ બાઈકને બચાવવા જતાં ફૂલસ્પીડમાં જતી કાર મારી ગઈ પલટી

divyabhaskar.com | Dec 18, 2016, 14:16 PM IST

  • બાઈકચાલકને બચાવવા જતા કાર પલટી મારી ગઈ હતી.
સુરતઃ- સચીન હજીરા હાઈ વે પર કાર પલટી મારી ગઈ હતી. સામેથી રોંગ સાઈડમાં આવતી બાઈકને બચાવવા જતાં કાર રોડ પર ત્રણ ચાર પલટી મારી ગઈ હતી. અને બાદમાં રોડ નીચે ઉતરી ગઈ હતી. જો કે, સદનસીબે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નહોતી.
 
સ્થાનિકો દોડી આવ્યાં
 
સચીન હજીરા હાઈ વે પર બપોરના સમયે રાજસ્થાન પાસિંગની કાર નંબર(આરજે 6 સીસી 1347) રોડ પર ફૂલ સ્પીડમાં દોડી રહી હતી. આ દરમિયાન સામેથી આવતી બાઈકને બચાવવા જતાં કાર રોડ પર ત્રણ ચાર પલટી મારીને સીધી નીચે ઉતરી ગઈ હતી. ધડાકાભેર સર્જાયેલા એક્સિડન્ટને પગલે આસપાસથી અને રોડ પર જતાં વાહનચાલકો દોડી આવ્યાં હતાં. અને કારને સીધી કરી હતી. જો કે, કારમાં સવાર લોકોને કોઈ ઈજા પહોંચી નહોતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Sachin Hajira High way Full Speed Car want Save To Bike And Accident
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext