Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat RSS Muslim Wing Program Death Vadodara Muslim Leader Ganibhai Pic In Poster

સુરતઃ RSSની મુસ્લિમ પાંખે બેનરમાં મૃતક ગનીભાઈનો ફોટો લગાવતા વિવાદ

divyabhaskar.com | Feb 17, 2017, 18:30 PM IST

  • આરએસએસની મુસ્લિમ પાંખના કાર્યક્રમમાં મહેમાન તરીકે મૃતકનો ફોટો લાગ્યો
સુરતઃ- ગુજરાતમાં આરએસએસ પ્રેરિત મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુફી એમ.કે.ચિશ્તીએ સરકીટ હાઉસમાં યોજેલા કાર્યક્રમમાં ભાંગરો વટાયો હતો.જેમાં બે અઢી માસ અગાઉ જન્નત નશીન થયેલા ગનીભાઈ કુરેશીનો ફોટો છપાતાં વિવાદ સર્જાયો હતો. અને બેનરમાં લાગેલો વિવાદીત ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
 
કાર્યક્રમના બેનરમાં લાગ્યો ગનીભાઈનો ફોટો
 
સુરત સરકીટ હાઉસમાં બપોરના 11 વાગે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગિરીશ જુયાલ હતાં. આ કાર્યક્રમમાં સ્ટેજ પર લગાવવામાં આવેલા બેનરમાં ઈન્દ્રેશ કુમાર,વિરાગ પાંચફોરે, સુફી એમ.કે.ચિશ્તી, ગિરીશ જુયાલ,મોહમ્મદ અફજલ ખાન સાથે ગન્નીભાઈ કુરેશીનો ફોટો છાપવામાં આવ્યો હતો. આ બેનર કાર્યક્રમમાં સ્ટેજ પર જ લગાવવામાં આવ્યો હતો. જેને રાજકીય વર્તૂળોમાં ગંભીર ભૂલ માનવામાં આવી રહી છે. 
 
ગનીભાઈ બે મહિના અગાઉ થયા જન્નતનશીન
 
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આયોજીત સ્નેહ મિલનના કાર્યક્રમ માટે બનેલા બેનરમાં મૃતક થઇ ચુકેલાં જાણીતા મુસ્લીમ આગેવાનનો ફોટો છાપી દેવામાં આવ્યો છે.ગુજરાતના મુસ્લિમ સમાજ માટે જાણીતું નામ ગણાતા સદગત ગનીભાઇ કુરેશીનો ફોટો સુરતમાં સર્કિટ હાઉસમાં શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં સ્ટેજના પાછળ લાગેલા બેનરમાં લગાયા હતાં. આ કાર્યક્રમ અગાઉ ફેસબુક,ટ્વીટર જેવાં સોશિયલ મીડીયા સહિત અનેક સ્થળોએ બેનરોએ મુકવામાં આવ્યા હતા.આ બેનરમાં ગનીભાઇ કુરેશીનો ફોટો છાપવામાં આવ્યો હતો.અંદાજે બે મહિના અગાઉ જન્નતનશીન થઇ ચુકેલાં ગનીકુરેશી વડોદરા ભાજપના આગેવાન હતા અને વાગરા વિધાનસભાની બેઠક પરથી એક માત્ર મુસ્લિમ ઉમેદવાર તરીકે ચુંટણી લડ્યા હતા.ગનીભાઇ કેશુભાઇ પટેલની સરકારમાં અલ્પસંખ્યક નાણાંકીય નિગમમાં ચેરમેન રહી ચુક્યાં હતા.
 
સુરતના કન્વીર કાર્યક્રમથી અજાણ
 
કાર્યક્રમ અંગે સુરતના મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કન્વીનર બાબા એન્જિનિયર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, તેમના આ કાર્યક્રમ અંગે કોઈ જ માહિતી નહોતી. અને સુફી એમ.કે.ચિશ્તીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હોવાનું તેમને પણ કાર્યક્રમ બાદ જાણવા મળ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat RSS Muslim Wing Program Death vadodara Muslim Leader Ganibhai Pic In Poster
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext