Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Railway Station Near Lambe Hanuman Temple Built By Shivaji Maharaj Guru Ramdas 400 Year Ago

શિવાજી સુરત પર આક્રમણ કરતાં અગાઉ લંબે હનુમાન મંદિરમાં કરતાં પૂજા

divyabhaskar.com | Apr 12, 2017, 10:55 AM IST

  • ૪૫૦ વર્ષ પૂર્વ લંબે હનુમાન મંદિરની થઇ છે સ્થાપ્ના
સુરતઃસાત ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે એવા શ્રી રામ ભક્ત હનુમાન જીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને મંગળવારે થયો હતો.રામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા લંબે હનુમાન મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે. ત્યારે ચાર સદી જૂના લંબે હનુમાનની સ્થાપ્ના શિવાજીના ગુરૂ સમર્થ રામદાસે કરી હતી. અને શિવાજી જ્યારે પણ સુરત પર ચઢાઈ કરતાં હતાં તે અગાઉ આ મંદિરમાં પૂજા વિધિ કરતાં હતાં.
 
શિવાજીના ગુરૂએ લંબે હનુમાનની કરી સ્થાપ્ના
 
સુરતમાં અનેક હનુમાન મંદિરો આવેલા છે.તમામ હનુમાન મંદિરો કંઈક ને કઈક વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. તેમાનું એક સુરતનાં વરાછામાં આવેલું લંબે હનુમાન મંદિર છે. તે પણ પોતાનાં ઇતિહાસ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. લંબે હનુમાન મંદિર વિશેની વાત કરવામાં આવે તો આ મંદિરની ૪૫૦ વર્ષ પહેલા સ્થાપ્ના કરવામાં આવી હતી. મોગલ સલ્તનત સામે જંગે ચઢેલા શિવાજીએ સુરત પર અનેક આક્રમણો કર્યા હતાં. ત્યારે સુરત પર આક્રમણ અગાઉ શિવાજી સ્વામિ રામદાસે સ્થાપેલા લંબે હનુમાન મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરીને સુરતને લૂંટતા હતાં. 
 
પાંચમી પેઢી કરે છે સેવા પૂજા
 
મંદિરના મહંત પરમેશ્વરદાસજીએ જણાવ્યું હતું કે, આ મંદિરની સેવા હાલ પાંચમી પેઢી કરી રહી છે. પાચમી પેઢીમાંથી જગન્નાથજી મહારાજે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. અને ત્યાર બાદ આ મંદિરમાં ભાવિકોની શ્રધ્ધા વધી ગઈ હતી. હાલ દર શનિવાર મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી પડે છે. સાથે જ મંદિરમાં વર્ષ દરમિયાન આવતાં મોટા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. શિવરાત્રિ, નવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, હનુમાન જયંતિ નિમિતે મંદિરમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે લંબે હનુમાન
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Railway Station Near Lambe Hanuman Temple Built By Shivaji Maharaj Guru Ramdas 400 Year Ago
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended