Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Railway Station 3 Unknown Person Attack With Knife On Presence Of Mother Father Son Death

સુરતઃ બહેનના લગ્નમાં જતાં ભાઈની માતા-પિતાની નજર સામે હત્યા

divyabhaskar.com | Apr 19, 2017, 21:02 PM IST

  • બહેનના લગ્નમાં જતાં ભાઈની માતા-પિતાની નજર સામે હત્યા
સુરતઃઉધના રેલવે સ્ટેશન પર 3 અજાણ્યા ઈસમોએ બહેનના લગ્નમાં જતા બે પિતરાઈ ભાઈઓને ચપ્પુના ઘા ઝીંક્યા હતાં. જેથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સુરત-ભૂંસાવલ ટ્રેનનો બંધ દરવાજો ખોલવાને લઇ થયેલા ઝઘડામાં હુમલાખોર ઈસમોએ બંને ભાઈઓને ટ્રેનમાંથી બહાર કાઢી માતા-પિતાની નજર સામે ઉપર રામપુરી ચપ્પુના ઘા માર્યા હતા. હત્યારાઓનો ભોગ બનેલો સુનિલ રેલવે પોસ્ટ ઓફિસનો ટપાલમેન હોવાનું બહાર આવ્યું હતું.
 
દીકરીના લગ્નમાં જતું હતું પરિવાર
 
હુમલામાં મોતને ભટેનાર સુનિલના પિતા પ્રતાપભાઈ સેલારએ જણાવ્યું હતું કે, વતન મહારાષ્ટ્રના ધૂલિયામાં ભાઈની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓ સહ પરિવાર વતન જઇ રહ્યા હતા. રાજસ્થાનથી આવેલા સંબંધીઓ પણ તેમની સાથે સુરત-ભૂંસાવલ ટ્રેનમાં સાથે હતા. આ દરમિયાન 3 જેટલા હુમલાખોરોએ હુમલો કરીને પોતાના દીકરાને નજરની સામે જ મોતને ઘાટ ઉતાર્યો હતો.
 
અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો 

મંગળવારની રાત્રે સુરતના ઉધનાથી ઉપડતી સુરત ભૂંસાવલ ટ્રેનનો જનરલ ડબ્બો મુસાફરોથી ખીચો ખીચ ભરેલો હતો. તે દરમિયાન 3 અજાણ્યા ઈસમો દરવાજે ઉભેલા સુનિલ અને તેના પિતરાઈ ભાઈ રાહુલ સાથે દરવાજો ખોલવા મગજ મારી કરી રહ્યા હતા. ત્યારબાદ ગાળા ગાળી કરવા માંડતા સુનીલે વળતો જવાબ આપ્યો હતો. જેને લઇ ઉશ્કેરાયેલા 3 ઈસમો ટ્રેનના બીજા દરવાજેથી અંદર ઘુસિયા હતા અને સુનીલને ટ્રેનમાંથી બહાર ખેંચી જઇ ચપ્પુથી હુમલો કરી દીધો હતો. બચાવવા ગયેલા રાહુલ પર પણ હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી ઘાયલ કરી દીધો હતો.

નિર્દયતાથી કર્યો હુમલો
 
દીકરા સુનિલની બુમાબુમ સાંભળી ટ્રેનની બારીમાથી બહાર જોતા હુમલાખોરો સુનીલને નિર્દયતાથી ચપ્પુના ઘા મારી રહ્યા હતા. પ્લેટ ફોર્મ પર પોલીસની નજર સામે સુનીલને ઘા મારી હુમલાખોરો ભાગી ગયા હતા. કોઈ મદદ મળે તે પહેલાં જ સુનિલનું મોત નીપજ્યું હતું. નજર સામે દીકરાની હત્યા કરનારાઓનો ચહેરો ક્યારે પણ નહીં ભુલાય તેમ પ્રતાપભાઈએ વધુમાં જણાવ્યું હતું. હાલ પોલીસ સુનિલ હત્યા કેસમાં ગુનો નોંધી તપાસ કરી રહી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Railway Station 3 Unknown Person Attack With Knife On Presence Of Mother Father Son death
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended