Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Pujari Dead Body Found From Daman Into Well, Police Inquiry After Postmortem

પત્નીને ફોનમાં કહ્યું, અહીં કંઈક લોચો છે, સુરતના પુજારીની દમણમાંથી મળી લાશ

divyabhaskar.com | Jan 11, 2017, 10:09 AM IST

  • સગરામપુરામાં રહેતા અને મંદિરના પુજારીની દમણમાં કૂવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી
સુરતઃ સગરામપુરાના એક પૂજારીની દમણના કૂવામાંથી લાશ મળી આવી હતી. ઘરેથી મિત્રો સાથે જવાનું કહી નિકળેલા પૂજારીએ રવિવારે મોડી રાત્રે પત્નીને ફોન કરીને 'મારી આ લોકો સાથે મગજ મારી થઈ છે. અહીં કઇંક લોચો લાગે છે. હું બહાર નિકળી ગયો છું' તેવું જણાવ્યું હતું. પૂજારીની ફાઇનાન્સર સાથે રૂપિયાની લેતી-દેતી બાબતે તકરાર ચાલતી હતી તેમાં તેની હત્યા થઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
 
પુજારીએ પત્નીને કર્યો ફોન
 
સગરામપુરા હનુમાનશેરી ખાતે રહેતા હનુમાન મંદિરના પૂજારી કૃણાલ દિનેશગીરી ગોસ્વામી રવિવારે રાત્રે ઘરે પત્નીને મિત્રો સાથે બહાર જઈ રહ્યા હોવાનું કહી ઘરેથી નિકળ્યા હતા. રાત્રે 2:50 વાગ્યાના અરસામાં કૃણાલે પત્નીને ફોન કર્યો હતો અને 'મારી આ લોકો સાથે મગજમારી થઈ છે. અહીં કઇંક લોચો લાગે છે.' તેવું જણાવ્યું હતું. જોકે ત્યાર બાદ કૃણાલનો ફોન સ્વિચ્ડ ઓફ થઈ ગયો હતો અને સવારે દમણની સિલટોન હોટલ પાસે એક અવાવરૂ કૂવામાંથી કૃણાલની લાશ મળી હતી. પરિવારજનોએ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરતાં દમણ પોલીસે દમણ ગયેલા તમામ મિત્રોને અટકાયતમાં લઈ તપાસ શરૂ કરી છે.
 
રહસ્યમય ઘટનામાં સિવિલમાં ફરી પીએમ કરાશે
 
આ રહસ્યમય મોતમાં પરિવારજનોએ કૃણાલની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી દમણ ખાતે થયેલા પોસ્ટમોર્ટમ માં અસંતોષ વ્યક્ત કરી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફરીથી પોસ્ટમોર્ટમ કરવા માગણી કરી હતી. કૃણાલનો મૃતદેહ સોમવારે મોડી સાંજે સુરત સિવિલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં મંગળવારે ફરીથી પેનલ પીએમ કરાશે.
 
રકમની લેતી-દેતીમાં બબાલ ચાલતી હતી
 
કૃણાલ ફાઇનાન્સર કંચનને ત્યાં નોકરી કરતો હતો, જ્યાં ચેક ડિસ્કાઉન્ટની એક મેટરમાં તે મધ્યસ્થી રહ્યો હતો, જેથી રૂપિયાની લેતી-દેતીને લઈને તકરાર ચાલતી હતી. બે દિવસ પહેલાં તેની કાર-બાઈક પણ ઉઠાવી લેવાઈ હતી.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: surat pujari dead body found from daman into well, police inquiry after postmortem
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext