Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Police Huge Staff Raid On Railway Track Wine Sell Place And Start Search Operation

સુરતઃ દારૂ, જુગાર માટે કુખ્યાત રેલવે ટ્રેક પર પોલીસનું સર્ચ ઓપરેશન

divyabhaskar.com | Dec 16, 2016, 14:33 PM IST

સુરતઃ-અશ્વિનીકુમાર  રેલવે ટ્રેક નજીક આવેલ ઉત્કલ નગર દારૂ જુગાર અને ગજા માટે કુખ્યાત છે. અહીં મોટા પ્રમાણમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ સામે પોલીસ હરકતમાં આવી છે. અને દારૂબંધી કડક કરવાના બીજા દિવસે જ પોલીસ કાફલા દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 
 
ગેરકાયદે પ્રવૃતિથી ધમધમતા વિસ્તારમાં પહોંચી પોલીસ
 
ગેરકાયદે પ્રવૃત્તિ માટે પંકાયેલ અશ્વિનીકુમાર વિસ્તારના ઉત્કલ નગર પર આજે પોલીસે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.  રેલવે ટ્રેકને અડીને આવેલ આ વિસ્તારમાં દારૂ, જુગારની સાથે ઓડિશાથી આવતાં ગાંજા માટે પણ પ્રખ્યાત છે. આ વિસ્તારમાં પોલીસ દરોડા અને આરોપી ઝડપી લેતો પણ આ ગુનેગારો માત્ર બે કલાકમાં પોતાનો ગેરકાયદે વેપાર ચાલુ કરતા હોય છે. 
 
પોલીસનો મોટો કાફલાએ પાડી રેડ
 
રેલવે ટ્રેકને અડીને આવેલ આ વિસ્તાર હોવાને પગલે ગુનેગારો ભાગવામાં સફળ રહેતા હોય છે. અને પોલીસને પણ દરોડા પાડવામાં મુશ્કેલી પડતી હતી. જોકે નશાબંધીના કડક કાયદાના અમલીકરણ વાતને ધ્યાને રાખીને સુરતની વરાછા પોલીસે પોતાના મોટા સ્ટાફ સાથે આ રેલવે ટ્રેકની બંન્ને બાજુ દરોડા પાડીને સપાટો બોલાવ્યો હતો. કારણ કે આ વિસ્તારમાં રહેતા ઓડિસાવાસીને પકડવા જતાં પોલીસ પર પણ હુમલો કરવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા હતાં. જેને પગલે આજે સુરત પોલીસે મોટા પાયે આ વિસ્તારમાં સર્ચ કરી આવા તત્વોને પકડી પાડવાની કામગીરી શરૂ કરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Police Huge Staff Raid On Railway Track Wine Sell Place And Start Search Operation
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended