Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Patidar Couple Different Marriage, After Writ Note In Invitation Card Huge Book Received By People

સુરતઃ અનોખી નોંધ સાથેની કંકોત્રી બાદ લગ્નમાં થયો પુસ્તકોનો ઢગલો

Pankaj Ramani,Surat | Feb 18, 2017, 12:07 PM IST

  • લગ્નની કંકોત્રીમાં માત્ર પુસ્તક લેવામાં આવશે તેવી નોંધ બાદ મહેમાનોએ પુસ્તકો આપ્યાં હતાં.
સુરતઃશહેરના પાટીદારો પહેલાંથી જ કંઈક નવી પહેલ કરવા માટે જાણીતા છે. તેમાં પણ લગ્નમાં પાટીદારો સમાજને નવી રાહ ચિંધતા આવ્યાં છે. ત્યારે વઘાસિયા પરિવારમાં યોજાયેલા લગ્નમાં રોકડ-ભેટ સોગાદની જગ્યાએ પુસ્તકો સ્વિકારમાં આવ્યાં હતાં. લગ્નની કંકોત્રીમાં જ પુસ્તક અંગેની નોંધ લખાઈ હોવાથી સગા સંબંધીઓએ પણ હોંશે હોશે પુસ્તકો ભેટમાં આપ્યા હતાં. જેથી લગ્નમાં પુસ્તકોનો ઢગલો થઈ ગયો હતો. 
 
1500 જેટલા પુસ્તકો ગીફ્ટમાં આવ્યાં
 
વરાછા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ નાથાભાઈ વઘાસિયાના બે દીકરાઓ રાજેશ અને હિતેશનાં લગ્ન 16મી ફેબ્રુઆરીની સાંજે લગ્ન યોજાયા હતાં. જેમાં અગાઉ જ કંકોત્રીમાં નોંધ લખાઈ હતી કે, ‘ચાંદલાને બદલે પુસ્તકો સ્વીકારવામાં આવશે..!’જેથી સગા સંબંધીઓ પણ હોંશે હોંશે પુસ્તકો લઈને આવ્યાં હતાં. અને પુસ્તકો ગીફ્ટમાં આપવામાં આવતાં અંદાજે 1500 જેટલા પુસ્તકો એકઠા થયા હતાં. જેની હવે લાયબ્રેરી બનાવવામાં આવશે અને ફરી પુસ્તકો લોકોને વાંચવા માટે વિનામુલ્યે અપાશે.
 
કૃષિમંત્રીએ નવા પ્રયોગને બિરદાવ્યો
 
ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી વી.વી. વઘાસિયા લગ્નમાં હાજર રહ્યાં હતાં. અને વરકન્યાને પુસ્તકો આપીને જણાવ્યું હતું કે, લગ્નમાં આ એક પ્રયોગ ખૂબ આવકારદાયક છે. નરેન્દ્ર મોદીએ પણ ભાજપના દરેક કાર્યક્રમમાં પુસ્તક આપવાની નવી પ્રથા શરૂ કરાવી હતી. પુસ્તકો જ સાચા મિત્ર હોવાની અને વાંચન વધે તે માટે આ પ્રકારની જાગૃતિ ખૂબ આવશ્યક છે. અને લગ્નમાં થયેલા આ પ્રયોગને તેમણે બિરદાવ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો સગા સંબંધીઓએ પુસ્તકો આપીને નવી પ્રથાને આવકારી
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Patidar Couple Different Marriage, After Writ Note In Invitation Card Huge Book Received By People
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext