Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Pass Leader Hardik Patel Say 51 Youngster Hair Remove Including Me In Botad Lathidad Village

સુરતઃ હાર્દિક પટેલ સહિત 51 યુવાનો મુંડન કરાવી ન્યાયયાત્રામાં કરશે સિંહગર્જના

divyabhaskar.com | May 18, 2017, 11:37 AM IST

  • 51 યુવાનો મુંડન કરાવી ન્યાયયાત્રામાં કરશે સિંહગર્જનાઃ હાર્દિક
સુરતઃ- હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ સતરમાં ગુરૂવારે ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવવા પહોંચ્યો હતો. બાદમાં કોર્ટ પરિસરમાં હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અગાઉ બોટાદમાં 50 હજાર પાટીદારોનું સંમેલન યોજવામાં આવશે. સાથે જ 21મીએ બોટાદના લાઠીદડમાં પોતાના સહિત 51 પાટીદાર યુવાનો મુંડન કરીને ન્યાય યાત્રા યોજશે. અને 60 ગામમાં રેલી યોજી ભાવનગરમાં સિંહગર્જના કાર્યક્રમ આપવામાં આવશે.
 
50 હજાર કાર્યકરો તૈયાર કરાશે
 
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,આગામી દિવસોમાં ગામડે ગામડે ફરીને પાટીદાર યુવાનો તૈયાર કરવામાં આવશે. વર્તમાન સમયની ભાજપ સરકારે પાટીદારો સહિત તમામ લોકોને અન્યાય કર્યો છે. અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે 50 કાર્યકરો તૈયાર કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના ભાગરૂપે આગામી 20મીએ બોટાદમાં અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
ભાજપીઓ વિરુધ્ધ નથી થતી કાર્યવાહી
 
હાર્દિકે છાસ વિતરણના પાસ દ્વારા થયેલા વિરોધ અંગે જણાવ્યું હતું કે, ભાજપીઓ દ્વારા મહિલાઓ પર દુષ્કર્મ ગુજારી શોષણ કરવામાં આવે છે. તેમના વિરુધ્ધ ફરિયાદ થવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જ્યારે બીજી તરફ પાસ દ્વારા નાનો સરખો વિરોધ પણ કરવામાં આવે તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે. સાથે જ પાટીદારો નહીંપણ દરેક સમાજનો અવાજ દબાવી દેવાની કોશિષ કરવામાં આવી રહી છે.
 
ચૂંટણી અગાઉ થઈશું એકજૂટ
 
આગામી વિધાનસભાની ચૂંટણી અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષો તૈયારીઓ કરી રહ્યાં છે. પાટીદારો કે પાસે તો કોઈ તૈયારી કરવાની રહેતી નથી. તેમ છતાં અમે વોલેન્ટીયર તૈયાર કરીને આગામી સમયમાં એકજૂટ થઈને અમારી માગણીઓ રજૂ કરીશું. અને લોકોને જાગૃત કરવાની કોશિષ કરીશું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Pass Leader Hardik Patel Say 51 Youngster Hair Remove Including Me in Botad Lathidad Village
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended