Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Pandesara Area Had Kept Without Body Police High Level Officer Visit On Spot

સુરતઃ ધડ વગરનું માથું મળ્યું, કિશોરનું ગળું કાપી હત્યા કરાયાની આશંકા

divyabhaskar.com | Jan 08, 2017, 15:48 PM IST

  • પાંડેસરા વિસ્તારમાંથી હત્યા થયેલ ધડ વગરનું માથુ મળી આવ્યું હતું.
સુરતઃપાંડેસરા વિસ્તારમાં અવાવરું જગ્યાએથી ધડ વગરનું માથું મળી આવ્યું હતું. જેથી પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આ માથું મળી આવ્યુ છે. તે કિશોરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર માથુ મળી આવતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ પોલીસે વધુ તપાસ ચાલુ કરી છે. 
 
16 વર્ષિય કિશોરની હત્યા થયાની આશંકા
 
સુરત પાંડેસરા વિસ્તારમાંથી અંદાજે 16 વર્ષના કિશોરનું માત્ર માથું મળી આવ્યું છે. સ્થાનિક લોકોએ માત્ર માથું દેખાતા પોલીસને જાણ કરી હતી.જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને કોહવાયેલા માથાની આસપાસની ઘડને શોધવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ કિશોરની ગળું કાપીને કરપીણ હત્યા કરાઈ હોવાનું પણ પોલીસનું માનવું છે. જો કે, પોલીસે હાલ શક્ય તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે. 
 
લોકોના ટોળાં ઉમટ્યાં
 
પાંડેસરા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએથી મળી આવેલા ધડ વગરના માથાને લઈને પોલીસે તમામ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ઘટના અંગેની જાણ આસપના લોકોને થતાં ડરના માહોલ સાથે લોકોનો ટાળો એકઠા થઈ ગયા હતાં. 
 
તાંત્રિક વિધીની આશંકા
 
પાંડેસરા લિંબાયત વિસ્તારમાં અગાઉ પણ એક બાળકની કોહવાયેલી લાશ મળી આવી હતી. ત્યારે તાંત્રિક વિધીમાં બાળકનો ઉપયોગ કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આ કિશોર જેવા દેખાતા યુવકનું માથું મળી આવતાં લોકોમાં ફરી તાંત્રિકનો ડર પેઠો છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Pandesara Area Had Kept Without Body Police High Level Officer Visit On Spot
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended