Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Pandesara Area Auto Rickshaw And Moped Accident Live CCTV

સુરતઃ ઓટો રિક્ષા અને મોપેડ સવાર દંપતીના એક્સિડન્ટના લાઈવ CCTV

divyabhaskar.com | Feb 17, 2017, 22:19 PM IST

  • પાંડેસરામાં રિક્ષા અને મોપેડ વચ્ચે સર્જાયેલો એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થયો હતો.
સુરતઃ- પાંડેસરા વિસ્તારમાં બપોરના સમયે રિક્ષા અને મોપેડ વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ફૂલ સ્પીડે જતી રિક્ષાએ રોડ ક્રોસ કરતાં મોપેડને અડફેટે લીધું હતું. ફૂલ બ્રેક મારવાં છતાં મોપેડ સવાર દંપતી સાથે ટક્કર થઇ હતી. જેમાં મોપેડ સવાર મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર એક્સિડન્ટ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
રિક્ષામાં સવાર પેસેન્જરોનો બચાવ
 
પાંડેસરા વિસ્તારમાં પેસેન્જર ભરેલી ઓટો રિક્ષા ફૂલ સ્પીડે જતી હતી. આ દરમિયાન એક મોપેડ સવાર દંપતી રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં. પરંતુ રિક્ષાની સ્પીડ વધારે હોય બ્રેક મારવા છતાં રિક્ષા એક બાજુ નમીને મોપેડ માથે પટકાઈ હતી.જેમાં મોપેડ ચાલક પુરૂષનો બચાવ થયો હતો. જ્યારે મહિલાને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સીસીટીવીમાં ખસેડવામાં આવી હતી. જ્યારે સદનસીબે રિક્ષામાં સવાર પેસેન્જરોને કોઈ ઈજા પહોંચી નહોતી. 
 
ઘટના સીસીટીવીમાં કેદ
 
એક્સિડન્ટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં એક દંપતી મોપેડ લઇ રોંગ સાઇડમાંથી રસ્તો પસાર કરી રહ્યું છે. તો બીજી બાજુ ફુલસ્પીડમાં જતો રિક્ષા ડ્રાઈવર મોપેડ ચાલકને બચાવવા ફૂલ બ્રેક મારે છે. જેથી રિક્ષા એક ટાયર પર ઉંચી થઈ જાય છે. અને આખરે એક્સિડન્ટ સર્જે છે. આ ઘટના બનતા આસપાસના લોકો પણ મદદે દોડી આવે છે અને ઓટો રિક્ષાને ઉભી કરે છે. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Pandesara Area Auto Rickshaw And Moped Accident Live CCTV
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended