Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat One Side Lover Girl Family Kidnapped Boy And Hit In Amroli Area

સુરતઃ એકતરફી પ્રેમમાં પાગલ તરુણીના પરિવારે તરુણને માર્યો ઢોર માર

divyabhaskar.com | Mar 17, 2017, 17:08 PM IST

  • ધો.11ની યુવતીને 9માં ધોરણના સ્ટુડન્ટ સાથે પ્રેમ થયો હતો.
સુરતઃયુવતીના પ્રેમમાં પડેલ યુવાની ધોલાઈ યુવતીના પરિવારજનો કરતા હોય તે સામાન્ય બાબત થઈ ગઈ છે. પરંતુ સુરતમાં સગીર યુવકના એક તરફી પ્રેમમાં પડેલ સગીર યુવતીના પરિવારે યુવકનું અપહરણ કરીને ઢાર માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. 
 
ખેતરમાં લઈ જઈ મરાયો માર
 
પોતાની સગીર યુવતી કોઈ યુવકને પ્રેમ કરે છે તે જાણ પરિવારને થઈ હતી. જેથી 11માં ધોરણમાં યુવતીની સાથે સ્કૂલમાં ભણતાં સગીર યુવકનું પરિવારે અપહરણ કર્યું હતું. અમરોલીના છાપરા ભાઠા વિસ્તારમાં આવેલા ખેતરમાં લઈ જઈને માર માર્યો હતો. બાદમાં તેને છોડી મુકીને યુવતીનું પરિવાર નાસી ગયું હતું. જેથી સગીર યુવકને માર પડતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ યુવકના પરિવારે અપહરણ અને માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
 
શાળામાં જ યુવતી પડી પ્રેમમાં
 
તરૂણના અપહરણની ઘટતાનામાં તરૂણ યુવક જે શાળામાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો તે જ શાળાના ધોરણ 11 માં અભ્યાસ કરતી સગીર યુવતી આ તરૂણ યુવકના પ્રેમમાં પડી હતી. અને આ પ્રેમ પ્રકરણ છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું. બનાવના દિવસે યુવતીઅ તરૂણ યુવકને ફોન કરી ફરવા જવાનું કહીને જોડે ફરવા નીકળ્યા હતા. જોકે યુવતીના પરિવારને ખબર પડી જતા એક બાગ પાસે બોલાવી યુવતીના પિતા મામા અને ભાઈએ આ તરૂણ યુવકનું મારમારી અપહરણ કરીને લઇ જઈ ઢોર માર માર્યો હતો. 
 
ઘટના સીસીટીવીમાં કેદ
 
નવમાં ધોરણમાં અભ્યાસ કરતાં તરુણ યુવકને તેનાથી મોટી ઉંમરની યુવતી પ્રેમમાં પડ્યા બાદ પરિવારને જાણ થઈ હતી. જેથી યુવકને એક બાગ પાસે બોલાવીને પકડીને માર મરાતાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat One Side Lover Girl Family Kidnapped Boy And Hit In Amroli Area
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended