Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Municipal Corporation Heath Department In Action Second Day Doing Raid In Water Plant

સુરત પાલિકાની વોટર પ્લાન્ટ પર લાલ આંખઃ બીજા દિવસે પાડ્યા દરોડા

divyabhaskar.com | May 18, 2017, 16:43 PM IST

  • પાલિકાની વોટર પ્લાન્ટ પર લાલ આંખ બીજા દિવસે પાડ્યા દરોડા
સુરત:મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને વોટર પ્લાન્ટ પર દરોડા કરી લાલ આંખ દેખાડી રહ્યું છે. ગઈકાલે દરોડા પાડ્યા બાદ બીજા દિવસે પણ ભાઠેના વિસ્તારમાં આવેલા કેવલ કૃપા ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં રેડ કરી હતી. જેમાં વોટર પ્લાન્ટના ધારા ધોરણોને ન અનુસરતાં માલિકોને દંડ ફટકારવાની સાથે કાયદેસરના પગલાં લેવામાં આવ્યાં છે. 
 
5 હજારનો દંડ ફટકારાયો
 
ભાઠેના વિસ્તારમાં આવેલી કેવલ કૃપા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પાલિકા દ્વારા પાડવામાં આવેલી રેડમાં અનેક વાંધાજનક વસ્તુઓ સામે આવી હતી. હર્ષ બેવેરેજીસ નામની મેન્યુફેક્ચરિંગ કરતી મસ્તી બ્રાન્ડના પાણીના પ્લાન્ટ પર દરોડા કરાયા હતાં. મસ્તી ડ્રિન્કિંગ પ્લાન્ટમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતા ગંદકી મળી આવી હતી. સાથે જ ધારા ધોરણો પ્રમાણે ડસ્ટબીન નો આભાવ અને કારીગરોના રેકોર્ડઝ મેન્ટેન ન થતાં હોવાથી પાલિકાએ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. અને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Municipal Corporation Heath Department In Action Second day doing Raid In Water Plant
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended