Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Municipal Corporation Budget Meeting Quarrel In Issue Of Mayor Vehicle

મેયરની ગાડી કેટલું ફરે છે આંકડા મંગાતા સુરત મનપાની સભા બની તોફાની

divyabhaskar.com | Feb 17, 2017, 15:39 PM IST

  • સામાન્ય સભા મેયરની ગાડીના મુદ્દે તોફાની બની હતી
સુરતઃ- મહાનગર પાલિકાના બજેટ પર ચર્ચા માટે બોલાવામાં આવેલી ખાસ સામાન્ય સભા આજે પણ તોફાની બની હતી. ગુરુવારે આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે પૂરી થયેલી સભા શુક્રવારે મેયરની ગાડી કેટલી ફરે છે તેના આંકડાને લઈને તોફાની બની હતી. 
 
મેયર-વિરોધ પક્ષની ગાડીઓને લઈને તોફાન 
 
કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા મેયરની ગાડી કેટલી ફરે છે તેના આંકડાઓ માંગવામાં આવ્યાં હતાં. વિરોધ પક્ષના કોર્પોરેટરે પુછેલા સવાલના જવાબમાં ભાજપના કોર્પોરેટર મુકેશ દલાલે વાંધો ઉઠાવ્યો હતો. અને વિપક્ષના નેતા પ્રફુલ્ભાઈ ઉર્ફે પપ્પન તોગડિયાની ગાડી કેટલી ફરે છે તેનો હિસાબ આપ્યો છે? તેવી મુકેશ દલાલની આ કોમેન્ટને લઈને સભાનું વાતાવરણ ગરમાયું હતું. એ સાથે જ વિપક્ષી નેતાએ મને ગાડીની જરૂર નહીં હોવાનું કહી ગાડી પરત આપી દેવાની તૈયારી બતાવી હતી. સાથે ભાજપ શાસકોને પણ પોતાની ગાડીઓ પરત આપી દેવા માટે પડકાર ફેંક્યો હતો.
 
બ્રિજ હોનારતના પ્રશ્નો ઉઠ્યાં 
 
સામાન્ય સભામાં દિનેશ કાછડિયાએ વરાછામાં ઉદ્યોગ પદૂષણનો અને ઓછા હબાણથી પાણી આવતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો જયારે અશોક જીરાવાલાએ બ્રિજ હોનારતમાં નાના માણસોના થયેલા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે સ્થાયી સમિતિમાં મંજૂર રૂ. ૫૬૬૨.૫૬ કરોડના બજેટને સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે જેની ચર્ચા કરવા માટે બે દિવસથી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Municipal corporation Budget Meeting Quarrel in Issue Of Mayor Vehicle
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext