Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Luxurious Car Accident With Electric Poll After Car Driver Burn In Fire

સુરતઃ લક્ઝુરિયસ કાર વીજ પોલ સાથે અથડાઈ સળગી ઊઠી,ચાલક થયાં ભડથૂં

divyabhaskar.com | Apr 12, 2017, 14:57 PM IST

  • પલસાણાના પુણી ગામની સીમમાં કાર સળગી ઉઠ્યાં બાદ આઘેડનું સળગી ઉઠતાં મોત
સુરતઃ પલસાણા તાલુકાના પુણી ગામની સીમમાં ગતરોજ મોડીરાત્રે એક લકઝરી કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા વીજપોલ તૂટીને કાર પર પડ્યો હતો. અને અચાનક જ કારમાં આગ ભડકી ઉઠી હતી. કારમાં સવાર આધેડને ભાગવાનો મોકો ન મળતા તેનું ઘટના જ સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
 
સંબંધીઓને કારમાંથી ઉતારી પરત આવતાં હતાં
 
નવસારીના પેરા ગામે રહેતા ૬૮ વર્ષિય દયાળજીભાઈ રતનજીભાઈ આહીરના પરિવાર જનોએ જણાવ્યું હતું કે, ગતરોજ તેઓ તથા તેમના સબંધીઓ વીરપુર ધામનો પ્રવાસ કરી પરત ફર્યા હતા. મોડીસાંજે તમામ સબંધીઓ પલસાણા બલેશ્વર ગામે પહોંચી ગયા હતા. બાદમાં દયાળજીભાઈ પોતાની (જી.જે.૨૧.એક્યુ.૫૫૫૪) નંબરની સીયાઝ કાર લઇ અન્ય સબંધીઓને બલેશ્વરથી મલેકપોર ખાતે મુકવા ગયા હતા. તમામ સબંધીઓને માણેકપોર ગામે ઉતારી દયાળજીભાઈ પેરા ગામે પરત ફરી રહ્યા હતા. 
 
વીજપોલ કાર પર પડતાં સળગી ઉઠી કાર
 
દયાળજીભાઈની કાર પલસાણા પુણી નોગામા રોડ પર પુણી ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક જ કાર ધડાકાભેર રોડની સાઇડે વીજપોલ સાથે અથડાઈ હતી. જેથી વીજપોલ કાર પર પડતા કાર સળગી ઉઠી હતી. દયાળજીભાઈ એ કારમાંથી નીકળી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. કારે માત્ર ગણતરીની સેકંડોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. અને કાર સળગીને ખાક થઇ ગઈ હતી. સાથે સાથે દયાળજીભાઈ પણ આગમાં ભડથું થઇ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે આખી કાર આગમાં સ્વાહા થઇ ગઈ હતી. દયાળજીભાઈના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ તો પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Luxurious Car Accident With Electric Poll after Car Driver Burn In Fire
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended