Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Lok Dayaro Of Osman Mir Lacs Of Rupees People Give On Mor Bani Thangat Kare Song

ઓસમાણ મીરે સુરતીઓને કર્યા દિવાનાઃ થયો લાખો રૂપિયાનો વરસાદ

divyabhaskar.com | Apr 10, 2017, 13:18 PM IST

  • ઓસમાણ મીરના ભજન પર થયો રૂપિયાનો વરસાદ
સુરતઃ- ઘંટીવાલા બાલાજી મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુંહતું. આ લોકડાયરામાં ભજન સમ્રાટ ઓસમાણ મીરે લોકોને સૂરીલી સફર કરાવી હતી. ભજનની આગવી શૈલી માટે જાણીતા ઓસમાણ મીરના ગીતો પર લોકોએ મન ભરીને લાખો રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
 
મોર બની ગીત પર ચાહકો થયા ઓળઘોળ
 
સંજય લીલા ભણસાળીની ફિલ્મ રામલીલામાં મોર બની થનગાટ કરે ગીત ગાઈને લોકહૈયે રાજ કરતાં ઓસમાણ મીરે પરવત પાટીયા ખાતે યોજેલી રામકથાના ડાયરામાં ભજનની છડી વરસાવી હતી. ઓસમાણ મીરે તેરી દિવાનીથી લઈને બોલીવુડ સાથે ખ્યાતિ પામેલા ભજનો એક પછી એક લોકોની ડિમાન્ડ મુજબ રજૂ કર્યા હતાં. જેમાં લોકોએ પણ ખુલ્લા હાથે રૂપિયાનો વરસાદ કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Lok Dayaro Of Osman Mir Lacs Of Rupees People Give On Mor Bani Thangat Kare Song
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended