Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Lalbhai Contractor Cricket Stadium Get 4 Crore Flood Light

ન જોયેલી, ન જાણેલી સુરતની સૂરતઃ ક્રિકેટ સ્ટેડિયમની 4 કરોડની ચાંદની

divyabhaskar.com | Mar 21, 2017, 13:00 PM IST

  • લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 12 ફ્લડ લાઇટ 4 કરોડના ખર્ચે ફીટ કરવામાં આવી
સુરતઃ સુરત ભલે રાજ્યનું આર્થિક પાર્ટનગર કહેવાતું હોય પરંતુ તેનું ક્રિક્રેટીય નસીબ સાવ ઉજ્જડ છે. સુરતમાં એક નહીં પરંતુ દસ મેદાનો એવા છે જ્યાં ઉચ્ચકક્ષાની મેચો રમાડી શકાય એમ છે. ડુમસ રોડ પરનું લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ગુજરાત ક્રિકેટ એસોસિએસન સાથે જોડાયેલું હોય અહીં આંતરરાષ્ટ્રીય મેચ મળ‌વાની તક રહેલી છે. પરંતુ આ ગ્રાઉન્ડને રણજી સ્તરથી વધુની મેચ જ ફાળવવામાં આવતી નથી. હવે સ્ટેડિયમમાં મોટેરાની 12 ફ્લડ લાઇટ 4 કરોડના ખર્ચે ફીટ કરવામાં આવી છે. જેથી આઇપીએલની દાવેદારી નક્કી થઈ ગઈ છે. 
 
ફલડ લાઇટનું ઉદઘાટન કપિલ દેવ કરશે
 
લાલભાઈ પર હાલ ફીટ કરાયેલી ફલડ લાઇટનું ઉદઘાટન કપિલ દેવ કરશે. એસડીસીએ (સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો.)ને આ અંગેનું કન્ફર્મેશન કપિલ દેવે આપી દીધું છે. ફલડ લાઇટ ન હોવાથી આંતરરાષ્ટ્રીય અને આઇપીએલ કે ઇરાની ટ્રોફી જેવી મેચો માગવી પણ એસડીસીએ માટે અઘરી હતી. પરંતુ હવે મેદાનની ફરતે 12 ફલડ લાઇટ લાગતા આઇપીએલની દાવેદારી નક્કી થઈ ગઈ છે. 
 
કપિલ દેવ બીજી એપ્રિલે સુરતની મુલાકાતે આવશે
 
દેશને પ્રથમ વર્લ્ડ કપ વિજયની ભેટ ધરનાર કપિલ દેવ બીજી એપ્રિલે સુરતની મુલાકાતે આવે છે, ત્યારે તેઓ ડુમસ રોડ પર લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમની પણ મુલાકાત લેશે. એસડીસીએના સૂત્રોએ કહ્યું હતું કે પ્લાનિંગ તો એવું હતું કે કપિલ દેવ એ જ દિવસે ફલડ લાઇટનું ઉદઘાટન કરી દે. પરંતુ હજી બે પોલ ઊભા કરવાના બાકી છે અને કપિલ દેવનું કહેવું છે કે બધાં પોલ ઊભા થયા બાદ તેઓ ઉદઘાટન કરવા ફરી આવશે. અંદાજે 31મી માર્ચ સુધી બધાં જ પોલ ઊભા થઈ જશે.
 
મોટેરાથી લાઇટ આવી
 
મોટેરા સ્ટેડિયમને તોડીને નવું અદ્યતન સ્ટેડિયમ બનાવાતું હોવાથી ત્યાંની ફલડ લાઇટ 2.50 કરોડમાં ખરીદાઈ હતી. પોલ આવ્યાં બાદ સોઇલ ટેસ્ટિંગ કરાયું હતું અને પછી ઉભા કરાયા હતા.
  
ન જોયેલા કે ન જાણેલા હોય એવાં કેટલાંક ભવ્ય સંસ્મરણો
 
તા. 28 માર્ચ, પોતાના અખબાર તરીકે લોકોના દિલમાં વસી ચુકેલું દિવ્ય ભાસ્કર આ દિવસે સુરતમાં સફળતાનાં 13 વર્ષ પૂરાં કરી અને 14માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. આજથી આ પ્રસંગની ઉજવણીનો પ્રારંભ કરતાં સુરતના પોતાના છતાંય ન જોયેલા કે ન જાણેલા હોય એવાં કેટલાંક ભવ્ય સંસ્મરણો તેમજ વિકાસની ભાવિ ગાથાને પણ રજૂ કરતી વાતો દુર્લભ તસવીરો સાથે દરરોજ પ્રસિધ્ધ કરવા જઈ રહ્યું છે. 

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: surat lalbhai contractor cricket stadium get 4 crore flood light
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended