Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Katargam Area Anjiravadi Near One House Whole Cloth Thing Burn In Suspect Fire

વિજ્ઞાન ચડશે ગોથેઃ સુરતના આ ઘરમાં ઠેર ઠેર આગ લાગતા લોકો ભયમાં

divyabhaskar.com | Mar 11, 2017, 12:22 PM IST

  • મકાનમાં રહસ્યમ રીતે અનેક જગ્યાએ આગ લાગતાં પરિવારમાં ડરનો માહોલ
સુરતઃકતારગામ વિસ્તારમાં આવેલી અંજીરાવાડીના એક ઘરમાં રહસ્યમય ઘટના બની હતી. વિજ્ઞાન પણ અસમંજસમાં મુકાઈ જાય તે રીતે આ ઘરમાં કપડા સહિતનો સામાન સળગવા લાગ્યો હતો. સવારથી ઘરમાં આગ લાગવાની શરૂ થઈ હતી. એક જગ્યાએ આગ પર પાણી નાખીને કાબુ મેળવો ત્યાં બીજી જગ્યાએ આગ લાગતી હતી. ઘરની રૂમ, ઘર બહાર હોલ, ઉપર છત સહિત સમગ્ર જગ્યાએ કપડામાં આગ લાગતાં પરિવાર મુંજાઈ ગયું હતું. અને પહેરેલા કપડાં સિવાય કંઈ ન બચતાં પાડોશીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતાં. જ્યારે ઘટનાની જાણ પરિવારના દૂર રહેતા સગા સંબંધીઓને થતાં તેઓ ખબર અંતર પુછવા આવી ગયા હતાં.
 
કમાણીના રૂપિયા પણ આગમાં બળી ગયા
 
કતારગામ વિસ્તારમાં આવેલી અંજીરાવાડી ખાતે રહેતા જગદીશભાઈના મકાનમાં ગત બુધવાર તારીખ સાતમી માર્ચના રોજ વિવિધ જગ્યાએ આગ લાગતાં પરિવાર મૂંજવણમાં મુકાયું હતું. ઘરમાં ઠેક ઠેકાણે લાગેલી આગથી ઠેર ઠેર આગના નીશાન જોવા મળી રહ્યાં છે. રહસ્યમય રીતે લાગેલી આગથી પરિવાર ડરી ગયું હતું. કારણ કે, ઘરના ગાદલા, ગોદડા, સહિત કબાટ અને તેમાં રાખેલા રૂપિયા પણ સળગીને ભસ્મીભૂત થઈ ગયા હતાં. 
 
પરિવાર આગ બુજાવવા દોડતું રહ્યું
 
જગદીશભાઈએ જણાવ્યું હતું કે, બુધવારે સવારે સાડા અગીયાર વાગ્યા આસપાસ આગ લાગવાની શરૂઆત થઈ હતી. સૌ પ્રથમ તે ઉપર હતાં ત્યારે ગોદડું સળગ્યું તો તેમણે પાણી નાંખીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ પર કાબુ મેળવાય ત્યાં જ નીચે રૂમમાં કબાટમાં આગ લાગી હતી. કબાટની આગમાં રૂપિયા સહિતનો સામાન સળગી ગયો હતો. હજુ કબાટની આગ પર કાબુ પરિવારે મેળવ્યો ત્યાં છત પરની બાળકોની સાયકલનું ટાયર સળી ઉઠ્યું હતું. અને બાદમાં છત્રી સહિતનો સામાન રાત્રીના આઠ વાગ્યા સુધી સળગતો રહ્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો તાંત્રિક મેલી વિદ્યાનો પાડોશીઓને પણ લાગ્યો ડર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Katargam Area Anjiravadi Near One House Whole Cloth Thing Burn In Suspect Fire
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended