Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat High Rise Building 9th Floor Fire After TV Blast And Burn House Furniture

સુરતઃ હાઈરાઈઝ બિલ્ડીંગના 9માં માળે TVમાં ઘડાકા સાથે ઘરમાં લાગી આગ

divyabhaskar.com | Mar 17, 2017, 11:26 AM IST

  • ઘોડદોડ રોડ પર આવેલા આદેશ્વર એપોર્ટમેન્ટમાં આગ લાગી
સુરતઃ-ઘોડદોડ રોડ પર આવેલી હાઈરાઈઝ બિલ્ડીંગના એક ફ્લેટમાં આગ લાગી ગઈ હતી. આદેશ્વર એપાર્ટમેન્ટના નવમાં માળે આવેલા વૃધ્ધા એકલા હતા તે દરમિયાન ટીવીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી જતાં ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું. વૃધ્ધ મહિલાએ બૂમાબૂમ કર્યા બાદ જાણકારી મળતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અને આગ પર કાબુ મેળવ્યો હતો.
 
સૌ પ્રથમ નીકળ્યો હતો ધૂમાડો
 
શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ ખાતે આવેલા આદેશ્વર એપાર્ટમેન્ટમાં નવમાં માળે બિલ્ડીંગ કોન્ટ્રાક્ટનું કામ કરતાં ધર્મેશભાઈ શાહ રહે છે. જેઓના ઘરે આજે તેમના માતા એકલા હતાં તે દરમિયાન ધૂમાડો નીકળ્યો હતો. જેથી તેણીએ બધી સ્વિચ બંધ કરી દીધી હતી. બાદમાં ટીવીમાં બ્લાસ્ટ થયો હતો.અને તે સાથે જ ઘરમાં આગ લાગી હતી. જેથી થોડી જ ક્ષણોમાં આગ સમગ્ર ઘરમાં ફર્નિચરમાં લાગી હતી.અને ફર્નિચર સળગવા લાગતા વૃધ્ધાએ બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસથી આવેલા લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. અને બાદમાં ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat High rise Building 9th Floor Fire After TV Blast And Burn House Furniture
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended