Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Ghoddod Road Tanishq Jawellary Show Room Theft More Than 1 Crore Rupees

સુરતઃ જ્વેલરીના શો રૂમમાં કામદારે નગ્ન થઈ દોઢ કરોડના દાગીનાની કરી ચોરી

divyabhaskar.com | Feb 16, 2017, 09:44 AM IST

  • જ્વેલરીના શો રૂમમાં ચોરીથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સુરતઃ- શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા તનિષ્કના શોરૂમમાંથી મંગળવારે રાત્રે સોનાના દાગીના સહિત રૂ.1.52 કરોડની મત્તાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જો કે, ગણતરીના કલાકોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. શોરૂમમાં થોડા દિવસ અગાઉ જ સફાઈ કામદાર તરીકે નોકરીએ લાગેલા એક કર્મચારીએ જ નગ્ન થઈને હાથફેરો કર્યો હોવાનું બહાર આવતાં પોલીસે તેને દબોચી મુદ્દામાલ કબજે લીધો હતો.
 
ચોરી થતાં પોલીસ થઈ દોડતી
 
ઘોડદોડ રોડ ખાતે આવેલા તનિષ્કના શોરૂમમાંથી મંગળવારે રાત્રે સોનાના દાગીના, લેપટોપ તેમજ રોકડ મળી રૂ.1.52 કરોડની ચોરી થઈ હતી. સવારે શોરૂમના મેનેજર મિતેષ જોશીએ રાબેતા મુજબ શોરૂમ ખોલ્યો હતો. જો કે, શોરૂમમાંથી દાગીનાની ચોરી થઈ હોવાની તેમને જાણ થતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ઉમરા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસ હાથ ધરી હતી. 
 
એક મહિનાથી લાગ્યો હતો નોકરીએ
 
તપાસ દરમિયાન શોરૂમમાં સફાઈની કામગીરી કરતી એજન્સી ટી.એમ.એસ.સર્વિસમાં છેલ્લા 1 મહિનાથી કામ કરતા પ્રશાંત જગન વારડેની સંડોવણી બહાર આવતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને નાસી છૂટવાની તૈયારી કરી રહેલા પ્રશાંતને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં તેણે કબુલાત કરી લીધી હતી અને લિંબાયતના નિલગીરી સર્કલ પાસે દાગીના છૂપાવ્યા હોવાનું કહેતાં પોલીસે તેને સાથે રાખીને દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો શો રૂમ બંધ થયા બાદ કરી ચોરી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Ghoddod Road Tanishq Jawellary show Room Theft More Than 1 Crore Rupees
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended