Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Full Speed Run Car Fire Brooke And Whole Car Burn In 30 Minute

સુરતઃ ફૂલ સ્પીડે જતી કારમાં લાગી આગ, જોત જોતામાં થઈ બળીને ખાક

divyabhaskar.com | Dec 19, 2016, 11:32 AM IST

સુરતઃમજૂરા ગેટ ફલાય ઓવર બ્રીજ પર દોડતી કારમાં આગ લાગી હતી. હોન્ડા સીટી કારમાં અચાનક લાગેલી આગ બાદ કાર ભડભડ સળગવા લાગી હતી. જોકે કારમાં આગ લાગતાની સાથે જ ચાલકે કાર રોડ બાજુએ ઉભી રાખી બહાર નીકળી જતાં કોઇ જાનહાનિ નોંધાઈ નહોતી. પરંતુ ગણતરીની મીનીટોમાં કાર આગમાં ભડથુ થઇ ગઇ હતી. રવિવારની મધરાત્રે  બનેલી આ ઘટના બાદ ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવી બર્નીંગ કારની આગને કાબુમાં લીધી હતી.
 
સળગતી કારને રોડ સાઈડમાં ઉભી રાખી દેવાઈ
 
રાહદારીઓએ જણાવ્યું હતું કે, અચાનક મજૂરા ફલાય ઓવરબ્રીજ પર આગળ દોડતી એક હોન્ડા સીટી કાર નંબર જીજે 05 સીએફ 1548માં આગ લાગી ગઇ હતી. જોકે ચાલકનું ધ્યાન પડતાં જ તેણે કાર બ્રીજ પર જ રોડ બાજુએ ઉભી રાખી બહાર નીકળી ગયો હતો. રસ્તા પર દોડતી બર્નીંગ કારને લઇ લોકોએ બ્રીજ નીચે ભીડ જમાવી દીધી હતી. પોતાની નજર સામે સળગતી એક કારને લઇ તેમણે ફાયરને જાણ કરી હતી. જેને લઇ ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ બર્નીંગ કારની આગને કાબુમાં લેતા લોકોએ રાહતનો દમ લીધે હતો. 
 
કારમાંથી કાગળ લઈ યુવક બહાર નીકળી ગયો
 
કારમાં આગ લાગતાની સાથે 20 વર્ષીય કાર ચાલક યુવાન ગાડીમાંથી કેટલાક પેપર લઇ નીકળી ગયો હતો. ફાયરના જવાનો આવે તે પહેલા ગણતરીની મીનીટોમાં કાર બળીને ભડથું થઇ ગઇ હતી. કાર સીએનજી હોવાનું અને તેનું રજીસ્ટ્રેશન વિક્રમ માંગીલાલ જૈનના નામે થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. જોકે પોતાની બર્નીગ કાર રોડ બાજુએ સળગતી છોડી ચાલી ગયેલા યુવાનને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. લગભગ 30 મીનીટ સુધી રોડ પર બર્નીંગ કારને જોવા લોકોની મોટી ભીડ ભેગી થઇ ગઇ હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Full Speed Run car Fire Brooke And Whole Car Burn In 30 Minute
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext