Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Diamond Businessman Take Initiative And Diamond Business Reach At World Level But Not Any Office Start In Foreign

HBD:વિદેશમાં નથી ઓફિસ, 60%થી વધુ બિઝનેસ ઓન લાઈન, 2700 કરોડનું ટર્નઓવર

Pankaj Ramani,Surat | Feb 27, 2017, 11:24 AM IST

  • હીરાના ઉદ્યોગને નવી ઓળખ આપનાર સેવંતીભાઈ શાહ
સુરતઃ-ડાયમંડના ધંધામાં તેજી અને મંદી દરિયાના મોજાની જેમ આવન જાવન કરે છે. પરંતુ સારા માઠા સમયમાં પણ એકધારી ગતિ વર્ષોથી વિનસ જેવેલે જાળવી રાખી છે. અને એટલે જ કદાચ હીરાના વ્યવસાયમાં વિનસનું સ્થાન દીવાદાંડી સમાન ગણાય છે. હીરાના વ્યવસાયને જૂની ઘરેડમાંથી બહાર લાવી વૈશ્વિક કક્ષાએ મુકવામાં વિનસના માલિક સેવંતીભાઈનો સિંહફાળો છે. મહિધરપુરાથી નાની એવી ઓફિસેથી ધંધો ચાલુ કરનાર સેવંતીભાઈની કંપની આજે વાર્ષિક 2700 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે.  વિદેશમાં એક પણ ઓફિસ ન હોવા છતાં કંપની 60 ટકાથી વધુનો ધંધો વિદેશમાં ઓનલાઈન કરે છે જે તેની વિશ્વસનિયતામાં જ બ્રાન્ડીંગ હોવાની સાબિતી આપે છે.
 
વડગામમાં થયો જન્મ
 
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 11 ફેબ્રુઆરી 1948ના રોજ સેવંતીભાઈનો જન્મ થયો હતો. ચારભાઈઓમાં સૌથી નાના સેવંતીભાઈએ મેટ્રીક સુધીનો અભ્યાસ વડગામમાં જ કર્યો હતો. અભ્યાસની સાથે સાથે જ પિતા પાસેથી નીતિમતાના ગુણો શીખીને સેવંતીભાઈ 1965માં મુંબઈમાં રહેતા ભાઈ પાસે ગયા હતાં. જ્યાંથી સીધા સુરત આવી ગયા હતાં. મેટ્રીક બાદ આગળ ભણવું કે ન ભણવું તેની ગડમથલ તેમના મગજમાં ચાલતી હતી. 
 
એન્જિનિયરની જગ્યાએ બન્યા ઉદ્યોગપતિ
 
સુરતના શરૂઆતના દિવસો યાદ કરતાં સેવંતીભાઈએ જણાવ્યું હતું કે, મારે મેટ્રીક પછી એન્જિનિયરીંગમાં એડમિશન લેવું કે ન લેવું, ભણવું કે ન ભણવું તેવી અસમંજસતા મગજમાં ચાલતી હતી. આ દરમિયાન એકદવિસ એન્જિનિયરીંગમાં એડમિશન લેવા માટે ફોર્મ અમારા મકાનમાલિક એમ.ટી.બી કોલેજના પ્રોફેસર જરીવાલા સાથે જવાનું નક્કી થયું. અને તે દિવસે કોઈક કારણોસર ફોર્મ લેવા ન જવાયું તો પછી ભણવાનું જ માંડી વાળ્યું અને હીરાના ધંધામાં આવી ગયા હતાં. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો જુદા અભિગમ સાથે કરે છે હીરાનો બિઝનેસ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Diamond Businessman Take Initiative And Diamond Business Reach At World Level But Not Any Office Start In Foreign
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended