Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat City Light Area Suncity Building Fire At Midnight With Short Circuit Family Save Life

સુરતઃ પરિવાર નિંદરમાં હતું ને મધરાત્રે બિલ્ડીંગમાં આગ લાગતાં મચી નાસભાગ

divyabhaskar.com | Mar 18, 2017, 13:16 PM IST

  • પરિવાર ભર નિંદરમાં હતું ને મધરાત્રે બિલ્ડીંગમાં આગ લાગી
સુરતઃ સિટીલાઇટ વિસ્તારમાં આવેલા સનસીટી સોસાયટીમાં આવેલી બિલ્ડીંગમાં આગ લાગી હતી. રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. બાળકો સહિત પરિવાર ભરનિંદ્રામાં હતું. ત્યારે આગ લાગી હતી. અને પરિવાર હેમખેમ બહાર આવ્યું હતું. જો કે, આગની જાણ ફાયરબ્રિગેડને કરતાં ફાયરબ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
 
આગના પગલે મચી નાસભાગ 
 
સનસીટી બિલ્ડીંગમાં એક જોઈન્ટ ફેમીલી રહેતી હતી ત્યારે ગત શુક્રવારે બિલ્ડીંગમાંના રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટ થયું હતું.બાળકો સાથેનું પરિવાર નિદ્રામાં હતું ત્યાં અચાનક કંઇક સળગવાનીની વાસ આવતા પરિવારના સભ્યો જાગી ગયા હતા અને ડ્રોઈંગ હોલમાં આગ પ્રસરતી જોઈ બાળકો સાથે જાન બચાવા દોડ લગાવી હતી.પરિવાર હેમખેમ બિલ્ડીંગની બહાર આવી જતા કોઈ જાનહાની થય નહીં હતી. બાદમાં આગ 4 માળ સુધી પહોંચી જતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું 
 
પાંચ કલાકે આગ પર મેળવાયો કાબુ
 
આગની જાણ ફાયરને કરાતા ફાયરના 10 થી વધુ ગાડી આવી હતી અને વહેલી સવાર 4 વાગ્યા સુધી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં પરિવારની જાન તો બચી ગઈ હતી પણ ઘરવખરી સહિત તમામ માલ બળીને ખાક થઈ ગયો હતો. ફાયર ઓફિસરે જણાવ્યુ હતુ કે, સીટી લાઈટના અશોક પાનની ગલીમાં સનસીટી નામથી સોસાયટી પાસેની  નવનિર્માણધીન બિલ્ડીંગના  ત્રીજા માળે ભીષણ આગ લાગી હોવાનો કોલ મળતા જ  ફાયરની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.  રાત્રે દસથી અગિયાર વાગ્યાના અરસામાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં ઉગ્ર બની ગઈ હતી. બિલ્ડિંગની માટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તમામ લોકોને તાત્કાલિક બહાર ખસેડી લેવામાં આવ્યા હતા. 
 
આગ પર કાબુ મેળવાતાં લોકના જીવમાં આવ્યો જીવ
 
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકોમાં પણ ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો.ફાયરની ટીમે આગ પર પાણીની ફોમ ચલાવી કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે આગ વધુ વિકરાળ બનતા ફાયર સ્ટેશનની ગાડીઓની પણ મદદ લેવામાં આવી હતી. આખરે પાંચ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવતા સૌ કોઈએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. 
 
આગળની સ્લાઈડસમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat City light Area Suncity Building Fire At Midnight With Short circuit family save life
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended