Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Cheating Of Crores Rupees Name Of Government Awas Four Person Kept

સુરતઃ આવાસના નામે કરોડો ખંખેરનારા ચાર વિદેશ ભાગે તે અગાઉ ઝડપાયા

divyabhaskar.com | Apr 11, 2017, 14:24 PM IST

  • આવાસના નામે કરોડો ખંખેરનારા વિદેશ ભાગે તે અગાઉ ઝડપાયા
સુરત: મુખ્યમંત્રી અને  સુડા આવાસ અપાવવાના બહાને અસંખ્ય લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરનાર એક મહિલા સહિત ચાર લોકોની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ રૂપિયા લઇ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતા ત્યારે જ તેમને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. 
 
વ્યાજ વગરની લોનના નામે કરી છેતરપીંડિ
 
ખટોદરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, કતારગામ ગજેરા સર્કલ પાસે ફુલપાડા મામાદેવ સોસાયટી ખાતે રહેતા હેમાબેન અમીતભાઇ ગામીતને ભરથાણા ગામ અલથાણ આશિર્વાદ વિલા ખાતે રહેતી હેમલતા ચૌધરી સહિત સતીષ સીંગ, પારસનાથ ઉર્ફે પાલજી રામપાલ, કેતરન કુમાર રમેશ ઢોડીયા પટેલ, વકીલ કમલેશ લખમણ કોરપે વિગેરેએ ભેગા મળીને એવુ જણાવ્યું હતું કે, તમને અડાજણ સુમન સંધ્યા કોર્પોરેશન આવાસ અથવા વેસુ વીઆઇપી રોડ પર સુમન સાગર મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા દરે મકાન અપાવીને વગર વ્યાજની લોન અપાવશે તેમ કહી રૂપિયા ખંખેર્યા હતાં.
 
એક એક પાસેથી લાખો ખંખેર્યા
 
હેમાબેન પાસેથી આ ટોળકીએ ટુકડે ટુકડે રૂ.8 લાખ પડાવ્યા હતા. ત્યાર બાદ ઝુબેદા મોહમદ વોરા, સીંધુ ઇન્દ્રજીત ચૌબે, રાખીબેન શિંદે, વિજય આસારામ સીંગણે વિગેરે પાસેથી પણ મુખ્યમંત્રી આવાસમાં મકાન અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. આ લોકો ઉપરાંત શહેરના અન્ય કેટલાક લોકો પાસેથી પણ આ ટોળકીએ લાખો રૂપિયા ઉસેટી લીધા હતા અને તમામ વિદેશમાં ભાગી જવાની પેરવી કરી રહ્યા હતા. ગરીબ માણસોના રૂપિયા પડાવી અને વિદેશ ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે જ હેમાબેને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગઇ રાત્રે જ હેમલતા ચૌધરી, પારસનાથ, કેતન રમેશ પટેલ અને વકીલ કમલેશ લખમણ કોરપેને ઝડપી પાડ્યા હતા. આ તમામને પોલીસ આજે કોર્ટ સામે રજૂ કરીને રિમાન્ડ પર લેનાર છે. 
 
આગળની સ્લાઈ્ડસમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Cheating Of Crores Rupees Name Of Government Awas Four Person Kept
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended