Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Cashless Marriage: Daughter Marriage Gift Take With Cashless System

સુરતમાં કેશલેસ લગ્ન સમારંભઃ મહેમાનોએ ચેક-ક્રેડીટ કાર્ડથી આપી ભેટ

divyabhaskar.com | Dec 18, 2016, 13:26 PM IST

  • સુરતમાં યોજાયેલા નિકાહમાં ભેટ સોગાદ કેશથી નહોતી લેવાઈ
સુરતઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8મી નવેમ્બરે ચલણમાંથી રૂ.500 અને 1000ના દરની નોટ બંધ કરી દીધી હતી. ત્યારે બેંકમાં રોજે રોજ લાઈનો લાગી રહી છે. ત્યારે કેશલેસનો સંદેશો ફેલાવવા અને લગ્નને યાદગાર બનાવવા સુરતના અંસારી પરિવારે દીકરીના નિકાહમાં ભેટ સોગાદ કેશલેસ રીતે લીધી હતી. જેમાં મહેમાનોએ ઈ વોલેટ પેટીએમ તથા ક્રેડીટ અને ડેબીટ કાર્ડ સહિત ચેકથી ભેટ સોગાદ લીધી હતી.
 
દીકરીના નિકાહની અનોખી યાદગીરી
 
સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા નૂરી મહોલ્લામાં રહેતા અને મુન્નાભાઈના નામથી ઓળખાતા નઝીર અહેમદ અન્સારી દ્વારા દીકરીના નિકાહ અનોખી યાદગીરી સાથે ઉજવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આગામી 17 ડિસેમ્બરના રોજ દીકરી આફરીનબાનુના નિકાહ થયા હતાં. આ પ્રસંગને યાદગાર બનાવવા અને વડાપ્રધાનનો સંદેશ દરેક સુધી પહોંચે સાથે લગ્નમાં આવનાર મહેમાનને તકલીફ ન પડે તે માટે ચેકબુક અને કાર્ડ સાથે ઈ વોલેટથી ચાંદલો સ્વિકારાયો હતો.
 
ભત્રીજાએ આપ્યો અલગ આઈડીયા
 
મુન્નાભાઈએ જણાવ્યું હતું કે, તેઓ લેન્ડબ્રોકર છે અને તેમના ભત્રીજા કામીલ કંઈક અલગ કરવા માંગતો હતો. જેથી તેને અને તેમના મિત્રો દ્વારા આ અનોખો આઈડીયા  આવ્યો હતો.બાદમાં વિચારના અંતે કેશલેશ સિસ્ટમને લોકો વધુને વધુ અપનાવે તે માટે ચેકબુક જેવી કંકોત્રી બનાવી હતી. અને બાદમાં પ્રેક્ટીકલી ઈ પેમેન્ટ શક્ય હોવાનું સાબિત કરવા માટે તેઓએ આ રીતે ભેટ સોગાદ સ્વિકારી હતી. 
 
પત્રિકા જોઈ લોકો ચોંકી ઉઠયા હતા લોકો
 
મુન્નાભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે અમે સ્નેહીઓના ઘરે આ કંકોત્રી લઈને જતા તો તેઓ શરૂઆતમાં ચોકીં જતા હતા. ચેકબુક લઈને કેમ આવ્યા હશે. પછી નિમંત્રણ પત્રિકા વાંચતા તેઓ પણ આ આઈડીયાને વધાવી લીધો હતો. અને આ જ રીતે બાદમાં લગ્નમાં પણ કેશલેસ સીસ્ટમમાં પુરતો સહકાર આપી લગ્નને સફળ બનાવ્યા હતાં.
 
ચાર પાનામાં બનાવી હતી કંકોત્રી
 
ચેકબુક જેવી ચાર પાનામાં કંકોત્રી બનાવવામાં આવી હતી. જેમાં દરેક પેઈજ પર વિવિધ પ્રકારની માહિતીઓ આપવામાં આવી હતી.. જેમ કે, ક્યારે નિકાહ છે. જમણ છે તે સહિતની સમગ્ર ડીટેઈલ આ કંકોત્રીમાં છાપવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Cashless Marriage: Daughter Marriage Gift Take With Cashless System
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended