Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Auto Expo 2017: Luxurious Cars And Bikes With Model Ramp Walk In Surat

સુરત ઓટો એક્સપોઃ લક્ઝુરિયસ કાર્સ સાથે હોટ મોડલ્સનો જલવો

divyabhaskar.com | Jan 31, 2017, 09:03 AM IST

  • સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું
સુરતઃસરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ઓટો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓટો એક્સપોમાં કાર અને બાઇકનો સ્પેશિયલ ફેશન શો યોજાયો હતો. જેમાં મર્સિડીઝ, ઓડી, પજેરો જેવી કાર રેમ્પ પર ચલાવવામાં આવી હતી. આ કારને મોડેલ્સે સુરતીઓ સામે રજૂ કરી હતી.
 
લક્ઝુરિયસ કાર્સ અને બાઈક્સ
 
ફોર વ્હીલર કેટેગરીમાં ફેરારી બેન્ટલી, પોર્શે, ઓડી, મર્સીડીઝ, જીપ, વોલ્વો, સ્કોડા, ઇસુઝુ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફોર્ડ, મિત્સુબિશી, ફિયાટ, ટાટા, શેવરોલેટ, નિશાન, ટોયોટો, રિનોલ્ટ જેવી બ્રાન્ડ હતી. જ્યારે ટુ વહીલર્સમાં ડુકાટી, બેનાલી, ટ્રામ્પફ, યુ.એમ, એમ.વી, અગસ્તા, હીરો, રોયલ એન્ફિલ્ડ જેવી બ્રાન્ડ જોવા મળી હતી. કમર્શિયલ કેટેગરીમાં ટાટા, ભારત બેન્ઝ, મહિન્દ્રા કોમર્સિયલ, અને આયશરના વાહનો મુકવામાં આવ્યા હતા. ઉપરાંત રાજદૂતનુ સ્કૂટર તથા સુપર કારની મીનીએજર કારની સાથે ફોર્મ્યુલા વનનું સ્ટીમ્યુલેટર આકર્ષણ રહ્યું હતું.
 
પ્રદર્શનના મુખ્ય આકર્ષણો
 
પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં ગો કાર્ટ, રિમોટ કંટ્રોલ કાર્સ, ફોર્મ્યુલા વન સ્ટીમ્યુલેટર, વાંકાચુકા અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ ઉપર, પાણી અને કાદવ વચ્ચે એસ.યુ.વી વિકલ્સનું શક્તિ પ્રદર્શન, સ્ટન્ટ બાઈકિંગ, સ્ટન્ટ સાઈકલિંગ, વિન્ટેજ કાર્સ, ટોપ ગિયર મેગેઝીનનો સુપર કાર ડોમનો સમાવેશ થાય છે.
 
100 વર્ષથી વધારે જુની 10 વિન્ટેજ કાર
 
એક્સપોમાં ફેરારી બેન્ટલી, પોર્શે જેવી લક્ઝુરિયસ કાર પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આ સાથે વિન્ટેજ કાર અને બાઈક પણ પ્રદર્શનમાં મુકાયા હતા. વિન્ટેજ કાર અને બાઈક 100 વર્ષથી વધારે જુની 10 વિન્ટેજ કાર અને 6 બાઈક મુકવામાં આવ્યા હતા. ઓટો એક્સપો 26થી 29મી જાન્યુઆરી સુધી સરસાણા કન્વેન્શન હોલમાં યોજાયો હતો. 
 
સાઇકલથી હવામાં કરતબ
 
ઓટો એક્સપોમાં સાઈકલ સ્ટંન્ટ પણ યોજાયા હતા. સાઇકલ સ્ટંન્ટ માટે અમદાવાદથી આવેલા ત્રણ યુવકોએ સાઈકલ પર વિવિધ સ્ટંન્ટ કર્યા હતા. આ સ્ટંન્ટમેન એમની સ્પેશિયલ બીએમએક્સ સાઇકલ પર વિવિધ કરતબ બતાવ્યા હતા. 
 
રિમોટ કારની રેસ યોજાઈ
 
ઓટોએક્સોપોમાં રિમોટ કંટ્રોલથી ચાલતી કાર પણ મુકવામાં આવી હતી. આ કાર માટે 6 રોડ બનાવવામાં આવ્યા હતા, જેમાં એક સાથે 6 કાર ચાલી હતી. જોકે કાર નાની હોવાથી તમામ કાર ડ્રાઇવરલેસ હતી. અને રિમોટ કારની રેસ યોજાઈ હતી.
 
ફેશન શોમાં વ્હીકલ રેમ્પ પર ઉતર્યા
 
ઓટો એક્સપોમાં પ્રદર્શનમાં જે કાર અને વાહનો મુકવામાં આવ્યા હતા તેના વિશે સુરતીઓ જાણી શકે તે માટે વ્હીકલ ફેશન શો યોજવામાં આવ્યો હતો. પ્રદર્શનમાં મુકવામાં આવેલી 70 કાર રેમ્પ પર ઉતરી હતી. 
 
એસયુવી ઓફ રોડ ડ્રાઇવીંગની થ્રીલ
 
વિઝીટર્સને ઓફ રોડ ડ્રાઇવીંગની થ્રીલ આપવા માટે વાંકાચુંકો, ખાડા ટેકરા અને કાદવ-કિચડ વાળો રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પર એસયુવી કારની રાઇડ કરાવવામાં આવી હતી. આ માટે પુણેથી અલગ-અલગ કંપનની 4 કાર આવી હતી. ઓટો એક્સપોમાં આવનાર લોકોએ આ રાઈડ વિના મૂલ્યે માણી હતી. અને થ્રીલનો અનુભવ કર્યો હતો.
  
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Auto Expo 2017: Luxurious cars and bikes with model ramp walk in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended