Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Amazia Water Park Raper Badashah Shoot Song Shooting For One Day With Bollywood Artist

સુરતઃ અમેઝીયા વોટરપાર્કમાં બાદશાહની દેખાઈ બાદશાહત, કર્યુ ગીતનું શૂટિંગ

divyabhaskar.com | Jan 24, 2017, 08:03 AM IST

  • બોલીવુડ રેપર બાદશાહે ગીતનું શૂટિંગ કર્યું હતું.
સુરતઃ-અમેઝીયા વોટરપાર્કના પ્રમોશન ગીતનું શૂટિંગ થયું હતું. જેમાં રેપર બાદશાહે અભિનય આપ્યો હતો. બાદશાહ દ્વારા તૈયાર થયેલા આ ગીતમાં સુરતની શાન ગણાતા અને પીપીપીના ધોરણે નિર્માણ પામેલા વોટર પાર્કની ખાસિયતો અને ખૂબીઓ વણી લેવામાં આવી છે. બોલીવુડના જંગી કાફલા દ્વારા એક દિવસ પાર્ક બંધ રાખીને શૂટિંગ કરવામાં આવ્યું હતું.
 
પાંચ કેમેરાથી થયું શૂટિંગ
 
સામાન્ય રીતે ફિલ્મમાં એક કે ત્રણ કેમેરાથી શૂટિંગ કરવામાં આવતું હોય છે. જ્યારે અમેઝીયા વોટર પાર્ક એક દિવસ માટે બંધ રાખીને બાદશાહના ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ કેમેરાથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. બોલીવુડ અને વિદેશી કલાકારોના જંગી કાફલામાં 185થી વધુ લોકોએ દિવસ દરમિયાન શૂટિંગ કર્યું હતું.આ ગીતના ડાયરેક્ટર ટોની ડિસોઝા છે. જ્યારે પ્રભુદેવાના ભાઈ વિષ્ણુદેવાએ ગીતની કોરિયોગ્રાફી કરી છે.
 
અમેઝીયા ગીત લોક જીભે ચડશે
 
અમેઝીયાના સંજયભાઈ મોવલીયાએ જણાવ્યું હતું કે, અમેઝીયાનું પ્રમોશનલ સોંગ બાદશાહે ખૂબ જ લોકભોગ્ય બનાવ્યું છે. ગીતમાં હિન્દી અને અંગ્રેજી વર્ડઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી આ ગીત નાનામોટા સૌ કોઈની લોકજીભે આસાની ચઢશે અને અમેઝીયાનો પ્રચાર પ્રસાર આસાનીથી આ ગીત દ્વારા થશે. આ ગીતમાં દુનિયામાં ક્યાંય નથી તેવું નજરાણું સુરતમાં હોવા અંગે ભાર મુકાયો છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ અમેઝીયામાં યોજાયેલા ગીતના શૂટિંગની વધુ તસવીરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Amazia Water Park Raper Badashah Shoot Song Shooting For One Day With Bollywood Artist
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended