Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Adajan Area Theft In General Store Cctv Camera Kept Thieves

સુરતઃ દબાતા પગે દુકાનમાં હાથફેરો કરતો ચોર CCTVમાં થયો કેદ

divyabhaskar.com | Mar 15, 2017, 10:47 AM IST

  • દબાતા પગે દુકાનમાં હાથફેરો કરતો ચોર
સુરતઃ-અડાજણ વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. એક સાથે બે દુકાનમાં હાથ ફેરો કરીને એક મોબાઈલ અને કુલ રોકડ મળીને કુલ રૂપિયા 31700 રૂપિયાની ચોરી કરીને ચોર નાસી ગયો હતો.પરંતુ દબાતા પગે ચોરે કરેલી ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
 
જનરલ સ્ટોરમાં ચોરી
 
બનાવ અંગે અડાજણ પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારની ભાગ્યરત્ન હાઈટ્સમાં રહેતા નયન વિનોદભાઈ  બગથરીયા અડાજણ વિસ્તારમાં જ મોમાઈ જનરલ સ્ટોર નામે દુકાન ચલાવે છે. નયનભાઈ 12મી માર્ચના રોજ નિયત સમય પ્રમાણે દુકાન બંધ કરીને ઘરે ગયા હતાં. રાત્રિ દરમિયાન તસ્કરોએ એમની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ મોમાઈ જનરલ સ્ટોરના શટરને વચ્ચેના ભાગે કોઈ સાધન વડે ઉચું કરીને રોકડ રૂપિયા 18700 અને બાજુની દુકાન નંબર 7નું શટર ઉંચું કરીને રોકડ રૂપિયા 8000 હજાર અને 5000ની કિંમતનો મોબાઈલ ફોન કરીને નાસી ગયા હતાં. બનાવ અંગે નયન બગથરીયાને જાણ થતાં એમણે અડાજણ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. 
 
તસ્કર સીસીટીવીમાં કેદ

જનરલ સ્ટોરમાં ત્રાટકેલો ચોર મોડીરાત્રે દબાતા પગે મોં પર રૂમાલ બાંધીને ચોરી કરવા આવ્યો હતો. ચોર કોઈ જાણભેદુ હોય તેમ સીસીટીવીની જાણ હોય તે રીતે ચોરી કરતો જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ઘરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Adajan Area Theft In General Store Cctv Camera Kept Thieves
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended