Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Adajan Area Police Kept Wine Party With Mamalatdar Of Adajan

સુરતઃ બર્થ-ડે પાર્ટીમાં દારૂ પીતા માણતા ડે.મામલતદાર સહિત 10 ઝડપાયા

divyabhaskar.com | Feb 16, 2017, 18:17 PM IST

  • ડેપ્યુટી મામલતદાર સહિત દારૂ પીતા 10 ઝડપાયા હતાં.
સુરતઃ-અડાજણ વિસ્તારની આમ્રપાલી રો- હાઉસમાં બાળકના જન્મદિવસે દારૂની પાર્ટી ચાલતી હતી. જેમાં પોલીસે રેડ પાડીને આઠથી વધુ લોકોને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા લોકોમાં મોટા માથાઓથી લઈને સરકારી નોકરીયાત અને ડેપ્યુટી મામલતદાર પણ ઝડપાયા છે. હાલ પોલીસે તમામને પરીક્ષણ માટે સિવિલમાં લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 
સમાજની મીટિંગના નામે કરી મહેફિલ
 
અડાજણ વિસ્તારની આમ્રપાલી સોસાયટીમાં પોલીસે મોડી રાત્રે દરોડા પાડી દારૂની મહેફિલ માણતા શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. બાતમીના આધારે પોલીસે રેડ કારી હતી.  જેમાં જેમાં સરકારી કર્મચારી સહિત વિનોદ મૈસુરીયા નામનો કર્મચારી દારૂની મહેફિલ માનતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. કુલ દસ લોકોની પોલીસે ધરપકજ કરી હતી. મહેફિલ કરનારાઓએ સમાજની મીટિંગ છે કહી દારૂની મહેફિલ માણતા હતાં. ઝડપાયેલા તમામને હાલ સિવિલ હોસ્પિટલમાં પરીક્ષણ માટે લાવીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 
કોઈએ દુષ્મની કાઢીઃ પકડાયેલા આરોપી
 
દારૂની પાર્ટી કરનાર એક ઈસમે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, બાળકના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે પરિવારના સભ્યોને આમંત્રણ આપ્યુ હતું. સૌ કોઈ ફેમિલી સાથે આવ્યાં હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા. કોઈએ પોતાની દુષ્મની કાઢવા માટે પોલીસને જાણ કરી હોય શકે છે.
 
પોલીસની રેડમાં પકડાયેલા શખ્સોના નામ
 
રિતેશ પ્રવીણચંદ્ર ઉમરીગર,(35) રહે. આમ્રપાલી રો-હાઉસ, અડાજણ 
મહેશ રતિલાલ મૈસુરીયા (54) રહે. ભટાર, વિશાલ સોસાયટી
જતીન નરેશ (32) વિહાર સોસાયટી, વેડ રોડ 
અનિલ હસમુખ (50) રહે. ગલેમંડી રોડ
વિપુલ પ્રવીણચંદ્ર (43) રહે. આમ્રપાલી 
સુધીર ગમન ટેલર (51) ધર્મયુગ સોસાયટી, ઘોડ દોડ રોડ 
અમૃત બાબુ મૈસુરીયા (59) રહે. પુનમ શિવ મહોલ્લો
ડેપ્યુટી મામલતદાર વિનોદચંદ્ર રતિલાલ મૈસુરીયા (52) ગુરૂકૃપા સોસાયટી  
અલ્પેશ સોમા મૈસુરીયા (39) રહે. જલારામ સોસાયટી,પુણાગામ
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surat Adajan Area Police Kept Wine Party With Mamalatdar Of Adajan
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext