Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Adajan Area New Baby Born Left By Women In Under Parked Car And Child Death

સુરતમાં 'પાપ' છુપાવવા નિષ્ઠુર બની માતાઃ કાર નીચે નવજાત ત્યજતાં મોત

divyabhaskar.com | Jan 10, 2017, 15:14 PM IST

  • અડાજણમાં કાર નીચે ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યું હતું.
સુરત: પોશ વિસ્તાર ગણાતા અડાજણ વિસ્તારમાં આવેલા હનીપાર્કમાં પાર્ક થયેલી કાર નીચેથી મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. જેથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પાપ છુપાવવા માટે કોઈ માતાએ નવજાતને ત્યજી દેતા મૃત્યું થયું હોવાની વાતે લોકોએ ફીટકાર વરસાવી હતી. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
 
રાત્રીના સમયે બાળક ત્યજાયાની આશંકા
 
હનિપાર્ક વિસ્તારમાં સુરભી ડેરી પાસે રોડ સાઈડ પર પાર્ક થયેલી સફેદ કલરની સ્વિફ્ટ કાર (જીજે 5 જેએ-44)નીચે મૃત નવજાત મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોએ પોલીસને બોલાવી હતી. જેમાં પ્રાથમિક તબક્કે આ બાળકને રાત્રીના સમયે ત્યજી દેવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોડીરાત્રે કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે કડકડતી ઠંડીમાં બાળકને તરછોડી દેતાં તેનું ઠંડીના કારણે મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી સ્થાનિકોએ નિષ્ઠુર માતા પર ફીટકાર વરસાવી છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Adajan Area New Baby Born left By Women In Under Parked Car And Child Death
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended