Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat 95 Family Not Give EWS Aawas Last 2 Years

સુરતઃ EWS આવાસમાં છેતરાયેલા 95 પરિવાર અનેક રજૂઆતો બાદ પણ બેઘર

divyabhaskar.com | Jan 17, 2017, 12:32 PM IST

સુરતઃ ઇડબલ્યુ આવાસ યોજનામાં છેતરાયેલા 95 પરિવારને છેલ્લા અઢી વર્ષથી મકાનના ઠેકાણા નથી. 10 હજાર ટોકન આપી 3 હજારનો હપ્તો ભરનારા લોકોએ અધિકારીઓ અને પદાધિકારીઓને ફરીયાદો કરી કરીને પગના તળીયા ઘસી નાખવા છતાં હજુ કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે આ ઘરના ઘર માટે 95 પરિવાર જજૂમી રહ્યાં છે. 
 
અધિકારી-પદાધિકારીને કરી રજૂઆત
 
હાડ ધ્રુજાવતી ઠંડીમાં 6 મહિનાથી ન્યાયની લડત લડવા મજબુર બન્યા છે. ન્યાય માટે છ મહિનાથી બેઘર પરિવારોએ 30 વાર પોલીસ ફરીયાદ, 8 વાર એસએમસીમાં ફરીયાદ, 3 વિજીલન્સમાં ફરીયાદ અને 20 વાર મેયર, ઘારાસભ્ય, સાસંદ તેમજ મનપાના અધિકારીઓને મળી ન્યાયની પુકાર લગાડી હોવાનું જાણવા મળ્યું છે. જયારે બેઘર બનેલા તમામ પરિવારના વોટીંગ કાર્ડ, આધાર કાર્ડ અને બાળકોના સ્કુલના દાખલામાં ઇડબલ્યુ આવાસના રહેઠાણનો સમાવેશ કરી ઘર બહાર કાઢી મુકાયા હોવાનું જાણવા મળ્યું છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો રૂપિયા ભર્યા પણ મકાન મળ્યા નહીંના આક્ષેપ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat 95 Family Not Give EWS Aawas last 2 years
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended