Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat 4 Year Old Boy Death After Collapse In School Play Ground, Family Lost One And Only Son

સુરતઃ સ્કૂલની લસરપટ્ટી પરથી પટકાયેલા ચાર વર્ષના માસૂમ બાળકનું મોત

divyabhaskar.com | Mar 18, 2017, 13:14 PM IST

  • સ્કૂલની લસરપટ્ટી પરથી પટકાયેલા ચાર વર્ષના માસૂમ બાળકનું મોત
સુરતઃ- ઘોડદોડ રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળામાં લસરપટ્ટી પરથી માસૂમ બાળક પટકાયું હતું. બાદમાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.
 
ટૂંકી સારવાર દરમિયાન માસૂમનું મોત

વેસુ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પરની સોહમ હાઈટમાં રહેતા સિધ્ધાર્થ ગૌતમ કરશન પુરોહિત(ઉ.વ.આ.4)નું ઘોડદોડ રોડ ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આઠ મહિના અગાઉ દાખલ કરાયો હતો. જ્યાં ગઈકાલે બાળક સ્કૂલમાં ગયો હતો અને સાડા દસ વાગ્યા આસપાસ લસરપટ્ટી પરથી પડી ગયો હતો. બાદમાં માસૂમ બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 
 
બહેને ગુમાવ્યો ભાઈ
 
ગૌતમ કરશન પુરોહિત ઉધના હરીનગર ખાતે જ્વેલરીની દુકાન ચલાવે છે. મૂળ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ભાઠરોમ ગામના વતની એવા પુરોહિત પરિવારને સંતાનમાં માત્ર એક દીકરો અને દીકરી હતા.જ્યારે માસૂમ દીકરાનું અવસાન થતાં બહેને એકના એક ભાઈને ગુમાવતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat 4 Year Old Boy Death After Collapse In School Play Ground, Family Lost One And Only Son
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended