Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat 3 Children Theft 3 Lac Purse Of Teacher In Son Marriage Function In Smc Hall

સુરતઃ લગ્ન પ્રસંગમાં 3 ટાબરિયાઓએ ટીચરના 3 લાખના પર્સની કરી ચોરી

divyabhaskar.com | Apr 10, 2017, 11:06 AM IST

  • લગ્નમા શિક્ષિકાના પર્સની ટાબરિયાઓએ કરી ચોરી
સુરતઃ-ઉતરાણ ખાતે આવેલા SMC હોલમાં પુત્રના લગ્નન દરમ્યાન આણંદની મહિલાનું રોકડ અને દાગીના ભરેલા પર્સની ચોરી થઈ હતી. બાદમાં તપાસ કરતાં લગ્નના વીડિયો અને ફોટોમાં ત્રણ ટાબરિયાઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી ટાબરિયાઓ ચોરી કરતાં હોવાના ફોટો વીડિયો સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે ઘટનાના ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધતાં લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. 
 
શિક્ષિકાના પર્સની ટાબરિયાઓએ કરી ચોરી
 
આણંદમાં તુલસી ગરનાળા પાસેની સહયોગ સોસાયટીમાં રહેતા પરલીનાબેન અનિલભાઈ ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, તેઓ પતિ અને બે પુત્રો સાથે રહે છે. તેમજ આનંદ જિલ્લાના વદોડ ખાતે આવેલી કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે. જ્યારે તેમના પતિ જિલ્લા પંચાયતની ઓફિસમાં કાર્યરત છે. તેમના નાના પુત્રના લગ્ન પ્રસંગે જાન્યુઆરીમાં તેઓ સુરતના અમરોલી સ્થિત ઉતરાણ ખાતે આવ્યા હતા. જ્યાં SMC હોલમાં ક્રિશ્ચિયન વિધિ પ્રમાણે લગ્નની વિધી ચાલતી હતી. આ દરમિયાન અજાણ્યા ટાબરિયાઓએ પર્સની ચોરી કરી હતી.
 
લગ્નની વ્યસ્તતાનો ઉઠાવ્યો લાભ
 
પરિવારના સૌ કોઈ સભ્યો લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતાં. ત્યારે બીજી તરફ તાબરીયા ગેંગ પણ આનો પુરેપુરો લાભ ઉઠાવવા લગ્ન પ્રસંગમાં ફરી રહી હતી. પુત્રવધૂને કન્યાદાન કરવા માટે તેમણે (પરલીનાબેન) પોતાની સાથે રોકડા રૂપિયા 1 લાખ 25 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ ત્રણ લાખ નવ હજારથી વધુની મત્તા પોતાના બેગ મૂકીને લાવ્યા હતા. જે બેગ આ ટાબરીયા ગેંગએ મૌકાનો લાભ ઉઠાવી ચોરી કરી લીધી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો પોલીસે ત્રણ મહિના બાદ નોંધી ફરિયાદ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat 3 Children Theft 3 Lac Purse of Teacher In son Marriage Function in Smc Hall
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended