Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat 29 Bomb Found Case: Yasin Bhatkal Medical Check Up In Police Station

સુરતઃ આતંકી યાસીન ભટકલનું પોલીસ સ્ટેશનમાં થયું મેડિકલ ચેક અપ

divyabhaskar.com | Apr 21, 2017, 18:10 PM IST

  • સુરતઃ આતંકી યાસીન ભટકલનું પોલીસ સ્ટેશનમાં થયું મેડિકલ ચેક અપ,  surat city news in gujarati
સુરતઃઆંતકી યાસીન ભટકલને અમદાવાદથી સુરત લવાયા બાદ પહેલી વાર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ભટકલનું મેડિકલ ચેક અપ પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવ્યું હતું. ભટકલની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ સ્ટેસનમાં જ મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી.
 
પોલીસ સ્ટેશનમાં થયું મેડિકલ ચેક અપ
 
સુરતમાં 29 બોમ્બ મળવાના કેસમાં મુખ્ય સૂત્રધાર આતંકી  યાસીન ભટકલનો અમદાવાદ પોલીસ પાસેથી કબજો લઈ સુરત પોલીસે બુધવારે કોર્ટમાં રજૂ કરી 27મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. અને મોડી રાત્રે સુરત ઉમરા પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. દરમિયાન આજે પોલીસ અધિકારી દ્વારા ભટકલની સુરક્ષાના લઈને મેડિકલ ચેક અપ પોલીસ સ્ટેશનમાં જ હાથ ધરાયું હતું. જેમાં સિવિલ હોસ્પિટલના આએમઓના આદેશથી મેડિકલ ઓફિસર નિશાબેન ચંદ્ર દ્વારા પોલીસ સ્ટેશનમાં મેડિકલ તપાસ હાથ ધરી હતી.
 
ભટકલને સુરત લાવ્યા બાદ પહેલીવાર મેડિકલ ચેક અપ
 
ભટકલની મેડિકલ તપાસમાં 120/80 બીપી, પલ્સ રેડ 90 પર મિનિટ, હાર્ટ બીટ અને ચેસ્ટ નોર્મલ આવ્યા હતા. જ્યારે ટેમ્પરેચર પણ નોર્મલ આવ્યું હતું. અત્રે ઉલ્લખનિય છે કે, યાસીન ભટકલને સુરત લાવ્યા બાદ પહેલીવાર મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: surat 29 bomb found case: yasin bhatkal medical check up in police station
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended