Home »Daxin Gujarat »Latest News »Surat City» Sunil Shetty Visit Surat And Speak Gujarati Film Dialogue And Fan Cheers

સુરતમાં સુનિલ શેટ્ટીએ ગુજરાતી ફિલ્મોના ડાયલોગથી ફેનના જીત્યા દિલ

divyabhaskar.com | Feb 17, 2017, 13:46 PM IST

  • સુનિલ શેટ્ટી સુરતની મુલાકાતે આવ્યો હતો.
સુરતઃ ભટ્ટાર રોડ પર આવેલા એક શોરૂમના ઉદઘાટનમાં બોલીવુડ એક્ટર સુનિલ શેટ્ટી આવ્યો હતો. સુનિલ શેટ્ટીને જોવા ઉમટેલી ભીડને ગુજરાતીના ડાયલોગ કહી દિલ જીતી લીધું હતું. સાથે જ સુનિલ શેટ્ટીએ રાજકારણથી લઈને ક્રિકેટ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની દિલ ખોલીને વાતો કરી હતી.
 
ગુજરાતી ફિલ્મોના ડાયલોગ બોલ્યા શેટ્ટી
 
સુનિલ શેટ્ટીને જોવા માટે ઉમટેલી ભીડમાં ગુજરાતી ફિલ્મોના યાદગાર ડાયલોગથી અન્નાએ શરૂઆત કરતાં હાજર સૌ કોઈએ ચીચયારી કરી મુકી હતી. સાથે અન્નાએ ગુજરાતી ફિલ્મોમાં સારી સ્ક્રિપ્ટ મળે તો કામ કરવાની અને ગુજરાતી ફિલ્મોમાં સારું ટેલેન્ટ હોવાની વાત કરી હતી.
 
કોઈ એક પાર્ટીની સરકાર બનાવોઃશેટ્ટી
 
રાજકારણથી પોતાની જાતને દુર રાખતાં સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, કોઈ પણ એક પાર્ટીની સરકાર રચાવી જોઈએ. હાલ પાંચ રાજ્યોમાં ચૂંટણીની મોસમ ચાલે છે ત્યારે અલગઅલગ પાર્ટીની મિશ્ર સરકારની જગ્યાએ કોઈએ એક જ પક્ષની સરકાર રચાય તે યોગ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. 
 
મોદીનું કામ સારું
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામ અંગે સુનિલ શેટ્ટીએ જણાવ્યુંહતું કે, તેઓ સારું કામ કરી રહ્યાં છે. લોકોએ ખોટી ઉતાવળ ન કરવી જોઈએ. સરકારને કામ કરવા માટે સમય આપવો જોઈએ. આપણે બધુ તાત્કાલીક જોઈએ છે.પરંતુ વર્ષો નીકળી જતાં હોય છે સારા કામ માટે.સાથે મજબૂત વિરોધ પક્ષ હોવા અંગે પણ શેટ્ટીએ ટકોર કરી હતી.
 
વિરાટ કોહલી શ્રેષ્ઠ બેટસમેન
 
ક્રિકેટની વાત કરતાં શેટ્ટીએ વિરાટ કોહલીને વિશ્વનો સૌથી મોટો ખેલાડી ગણાવી સર ડોન બ્રેડમેન સાથે કોહલીની તુલના થાય તો નવાઈ નહી તેમ જણાવ્યું હતું.પોતે પહેલા ક્રિકેટ ડરની સાથે જોતા હતાં.જ્યારે હવે વિરાટ કોહલીના આવવાથી કોઈ ડર નથી. હાર્ટ ફેલ થવાની કોઈ શક્યતા ન હોવાનું તેણે વધુમાં જણાવ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમા જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sunil Shetty Visit Surat And Speak Gujarati Film Dialogue And Fan Cheers
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended