Home »Daxin Gujarat »Latest News »Surat City» Student In Exam After Saved From Accident With BRTS In Surat

સુરતઃ એક્સિડન્ટમાં મોતના મુખમાંથી બચી ગયેલી સ્ટુડન્ટે આપી પરીક્ષા

divyabhaskar.com | Mar 16, 2017, 18:19 PM IST

  • એક્સિડન્ટમાં મોતને હાથ તાળી આપી ચૂકેલી સ્ટુડન્ટ આપે છે બોર્ડની પરીક્ષા
સુરતઃ બોર્ડની પરીક્ષા એટલે આખા વર્ષની મહેનતને સાબિત કરવાની તક. પરંતુ આ પરીક્ષા અગાઉ જ વરાછાની એક યુવતીને એક્સિડન્ટ નડ્યો હતો. ગત સાતમીના રોજ સ્ટુડન્ટ બાઈક પાછળ બેસીને જતી વખતે પડી જતાં બીઆરટીએસ બસ નીચે કચડાઈ ગઈ હતી. પરંતુ એક્સિડન્ટમાં મોતને હાથ તાળી આપી ચુકેલી સ્ટુડન્ટને હોસ્પિટલમાંથી રજા મળતાના બે દિવસમાં જ પાટા પીંડી સાથેના હાથે સ્ટુડન્ટે પુરા આત્મવિશ્વાસ અને જોશ સાથે પરીક્ષા આપી રહી છે.
 
એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ
 

ગત સાતમી માર્ચના રોજ સ્ટુડન્ટ બાઈકમાં પાછળ બેસીને જઈ રહી હતી. આ દરમિયાન રોડ પર બાઈક પરથી અચાનક નીચે પટકાઈ ગઈ હતી. અને તેની પાછળ આવી રહેલી બીઆરટીએસ બસના આગલા ટાયર નીચે કચડાઈ ગઈ હતી. સીસીટીવીના દ્રશ્યોમાં કેદ થયેલા એક્સિડન્ટમાં સ્ટુડ્ન્ટ રિધ્ધિ કોઈ કાળે બચી ન હોય તેવું લાગે છે. પરંતુ રામ રાખે તેને કોણ ચાખે એ ન્યાયે રિધ્ધિ બેઠી થઈ હતી. અને હોસ્પિટલમાં સારવાર બાદ પરીક્ષા આપવા પહોંચી ગઈ હતી.
 
ગંભીર ઈજાઓ વચ્ચે પરીક્ષા આપવાનું કર્યુ નક્કી
 

એક્સિડન્ટ બાદ રિધ્ધિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં રિધ્ધિને ઝડપથી રિકવરી આવી રહી હતી. વળી વર્ષ દરમિયાનની મહેનત એળે ન જાય તે માટે રિધ્ધિએ પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. પરિવાર સહિત તબીબોએ પણ રિધ્ધિની હિંમતને જોઈને પરીક્ષા અગાઉ હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, રિધ્ધિ માટે અલગથી પરીક્ષામાં કરવામાં આવી વ્યવસ્થા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: student in exam after saved from accident with BRTS in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended