Home »Daxin Gujarat »Latest News »Surat City» Student Death By Play Stunt After See TV Show At Home In Surat

સુરતઃ ટીવી પર આવતાં શો જોઈને સ્ટંટ કરવા જતાં સ્ટુડન્ટનું મોત

divyabhaskar.com | Jan 05, 2017, 09:42 AM IST

  • ઉધનાનો ધોરણ 5નો એક વિદ્યાર્થી પોતાના ઘરે સ્ટંટ કરવા જતાં દોરીનો ગળે ટૂંપો લાગી જતાં મોતને ભેટ્યો
સુરતઃટી.વી. પર આવતાં જાતભાતના કાર્યક્રમોની કિશોરોના માનસ પર વિપરિત અસરો પડતી હોય છે. વધુ પ્રમાણમાં આવા શો જોઈને તેના જોખમી સ્ટંટ કરવામાં ક્યારેક જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. ઉધનાનો ધોરણ-5નો એક વિદ્યાર્થી પોતાના ઘરે સ્ટંટ કરવા જતાં દોરીનો ગળે ટૂંપો લાગી જતાં મોતને ભેટ્યો હતો.
 

દોરીથી ટૂંપો લાગી જતાં મોતને ભેટ્યો
 
સ્મીમેર તથા ઉધના પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ઉધના વિસ્તારની લક્ષ્મીનગર પ્લોટ નંબર-37 ખાતે રહેતાં અશોકભાઈ રાણા જરી કારખાનુ ચલાવે છે. તેનો પુત્ર પ્રતિક (ઉ.વ.10) ઉધનાની સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતો હતો. પ્રતિક રાણા ટીવીના શો જોતો હોય ઘરે પણ સ્ટંટ કરવા ગયો હતો પરંતુ દોરીથી ટૂંપો લાગી જતાં મોતને ભેટ્યો હતો. પ્રતિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મરણ થયું હતું. ઉધના પોલીસે આકસ્મિક મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, માતા અને બહેન માર્કેટ ગયા અને સ્ટંટ કરવા જતા મોત મળ્યું
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: student death by play stunt after see TV show at home in Surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended