Home »Daxin Gujarat »Latest News »Surat City» Stone Attck On Police For Arrested Accused, Police Convoy In Surat

સુરતઃ આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થતા તંગદિલી

divyabhaskar.com | Apr 20, 2017, 11:54 AM IST

  • નાનપુરા કાદરશા નાળમાં મોડીરાત્રે પોલીસ પર પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું
સુરતઃનાનપુરા કાદરશા નાળમાં મોડીરાત્રે પોલીસ ગોરખધંધામાં કુખ્યાત બનેલા માથાભારે આરીફ મીંડીને પકડવા ગઈ હતી. દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું.  જેને લઇ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. તાત્કાલિક પોલીસના મોટા અધિકારો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 
 
મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો
 
આશરે 25 થી 30 જેટલી પોલીસ ગાડીઓ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે કેટલાક સ્થાનિક માથાભારે તત્વો દ્વારા પોલીસ પર સોડાની કાચની છુટી બાટલીઓ ફેંકાઈ હતી. જેમાં પોલીસની કેટલીક ગાડીઓને પણ નુકશાન હતું. અસામાજિક તત્વો દ્વારા કરાયેલા પથ્થરમારામાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા. જેથી આખા વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી.
 
સ્થાનિક લોકો આરોપીને છોડાવવા ભેગા થઈ ગયા
 
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાનપુરા ખંડેરાવપુરામાં જુગારધામ ચલાવતા અને તડીપાર કરાયેલો કુખ્યાત આરીફ મીંડી સુરતમાં હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. ત્યારબાદ આરીફ મીંડી ઝડપાઇ ગયો હતો. જેને લઇ ત્યાંના સ્થાનિક લોકો આરીફ મીંડીને છોડાવવા ભેગા થઈ ગયા હતા. 
 
પથ્થરમારા સાથે પોલીસ પર કાચની બોટલ ફેંકાઈ
 
પોલીસ મીંડીને લઇ પોલીસ વાહન તરફ જઈ રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા ઈસમોએ હોબાળો મચાવી વાતાવરણ તંગ બનાવી દીધું હતું. ત્યારબાદ અચાનક લોકોએ પથ્થરમારા સાથે પોલીસ પર કાચની બોટલ ફેંકતા ભાગદોડ મચી ગઇ હતી. જેને લઇ તાત્કાલિક અન્ય પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે આરોપી મીંડીની પેટના દુઃખાવાની ફરિયાદને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 
 
આરોપીએ કરી પેટમાં દુઃખાવાની ફરિયાદ
 
સિવિલ હોસ્પિટલના તબીબીઓએ જણાવ્યું હતું કે, રાત્રે પોલીસ એક આરોપીને પકડી સારવાર માટે લાવી હતી. જ્યાં આરીફ નામના ઈસમે પોલીસે માર્યો હોવાથી પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જોકે તબીબી તપાસ અને સોનોગ્રાફીમાં પેટમાં દુઃખાવાનું કારણ પથરી હોવાનું બહાર આવ્યું હતું.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Stone attck on police for arrested accused, police Convoy in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended