Home »Daxin Gujarat »Latest News »Surat City» Standard 9 Student Hanging Suicide At Mango Tree Near Home In Surat

સુરતઃ ધોરણ 9ના સ્ટુડન્ટે આંબાના વૃક્ષ પર ફાંસો ખાઈ કર્યો આપઘાત

divyabhaskar.com | Mar 19, 2017, 15:00 PM IST

  • ધોરણ 9ના સ્ટુડન્ટે આંબાના વૃક્ષ પર ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી
સુરતઃઈચ્છાપોરમાં ઘરની નજીક જ એક ધોરણ 9ના સ્ટુડન્ટે આંબાના વૃક્ષ પર ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સ્ટુડન્ટ સ્કૂલે ગેરહાજર રહ્યો હોવાથી પિતાએ ઠપકો આપતા ઘરેથી ચાલી ગયો હતો. અને આકરું પગલું ભરી લેતાં પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો છે. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
 
પિતાએ ઠપકો આપતા ભરી લીધું આકરું પગલું
 
ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા વટલાઈ ગામ ખાતે ઈસ્માઈલ અંસારી પરિવાર સાથે રહે છે. અને પરિવારમાં પત્ની અને એક દીકરી અને એક દીકરો છે. પુત્ર રૂસ્તમ(ઉ.વ.15) મોરા ગામ સ્થિત આવેલી તપોવન સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. ગઈ કાલે શનિવારના રોજ સ્કૂલે ગેરહાજર રહ્યો હતો. જેથી સ્કૂલેથી તેના પિતાને જાણ કરવામાં આવી હતી. રૂસ્તમને પિતાએ ઠપકો આપ્યો હતો. ત્યારબાદથી તે ઘરેથી ચાલી ગયો હતો. અને આખી રાત્રી ઘરે પરત ફર્યો ન હતો. જોકે સવારે પિતાને જાણ  થઈ હતી કે, રૂસ્તમે ઘરની નજીકમાં જ આવેલા એક ખેતરમાં આંબાના વૃક્ષ પર ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ત્યારબાદ આખું પરિવાર ઘટના સ્થળે ઘસી ગયું હતું. પોલીસને જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી. હાલ સ્ટુડન્ટના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: standard 9 student hanging suicide at mango tree near home in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended