Home »Daxin Gujarat »Latest News »Surat City» Standard 10th Student Death By Down In Swimming Pool In Surat

સુરતઃ પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં સ્ટુડન્ટનું ડૂબી જતા મોત

divyabhaskar.com | Apr 12, 2017, 10:55 AM IST

  • અડાજણ વિસ્તારમાં પાલિકાના સ્વિમિંગ પુલમાં સ્ટુડન્ટનું ડૂબી જતા મોત નિપજ્યું
સુરત:અડાજણ જોગાણીનગરમાં આવેલા મનપાના તરણકુંડમાં ધો.10ના વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. જો કે પરિવારજનોએ સ્વીમીગ ઇન્સ્ટ્રકટરની બેદરકારીથી બાળકનું મોત થયા હોવાના આક્ષેપ કરી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પાલિકાના અધિકારીઓ સિવિલ દોડી આવ્યા હતા. પાલિકાના અધિકારીઓએ  જવાબદારો સામે એકશન લેવાની બાંહેધારી આપતા પરિવારજનોએ બે કલાક બાદ લાશ સ્વીકારી હતી.  આ મામલે ત્રણ ઇન્સટ્રક્ટરને સસ્પેન્ડ, એક સામે ચાર્જશીટ અને અન્ય કેટલાક કર્મચારી સામે પગલા ભરાઇ શકે તેવી શક્યતા જોવાઇ રહી છે.
 
5 દિવસ અગાઉ જ સ્વિમિંગ શરૂ કર્યું હતું
 
અડાજણની સ્વીટ પાર્ક સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઇ મહેતા ઉધના ઉદ્યોગનગરમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમનો એકને એક 16 વર્ષનો પુત્ર ઓમ અડાજણની સંસ્કાર સરીતા શાળામાં ધો.10માં અભ્યાસ કરતો હતો. તાજેતરમાં બોર્ડની પરીક્ષા પુર્ણ થઇ હોય ઓમ અડાજણ જોગાણીનગરમાં આવેલ પાલિકાના વીર સાવરકર તરણકુંડમાં 5 દિવસ અગાઉ જ સમર કેમ્પના શિખાઉ બેચમાં સ્વિમિંગ શરૂ કર્યું હતું. મંગળવારે સવારે 10.15 થી 11 વાગ્યેના શિખાઉ બેચમાં તરણકુંડમાં ડુબી જવાથી ઓમ બેભાન થયાનું સત્તાવાર નોંધાયું હતું. જેથી ફરજ પર હાજર ચીફ ઇન્સ્ટ્રકટરોની નજર પડતાં ઓમને તાકીદે બહાર કાઢ્યો હતો અને 108ને બોલાવી વોચમેનને બાપ્સ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
 
ઓમને મૃત જાહેર કરતાં વોચમેન ભાગી ગયો
 
જો કે બાપ્સમાં ફરજ પર હાજર તબીબોએ ઓમને મૃત જાહેર કરતાં વોચમેન ભાગી ગયો હતો. હોસ્પિટલે પરિવારને જાણ કરતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. 4 વાગ્યે પી.એમ થઇ ગયું હતું. જો કે પરિવારજનોએ જ્યાં સુધી જવાબદાર સ્વિમિંગ ઇન્સ્ટ્રકટરો સામે એકશન નહિં લેવાય ત્યાં સુધી લાશ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. પરિવારે મનપા કમિશનરને ફોન કરી એકશન લેવાની માંગણી કરી હતી. જેથી કમિશનરે એડીશનલ સીટી ઇજનેર અરૂણ ખાટીવાલા, કાર્યપાલક ઇજનેર રાજેશ જરીવાલા સિવિલ દોડી આવ્યા હતા. જ્યાં અધિકારીઓએ સ્વિમિંગ ઇન્સ્ટ્રકટરો સામે એકશન લેવાની ખાતરી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારી હતી.
 
આગામી ડિસેમ્બર મહિનામાં બહેનના લગ્ન હતા આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: standard 10th student death by down in swimming pool in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended