Home »Daxin Gujarat »Latest News »Surat City» Showing Fear Of Triple Divorce To Pregnant Woman And Out Of House After Beaten In Surat

સુરતઃ ટ્રિપલ તલાકનો ડર બતાવી 9 માસના ગર્ભ સાથે મહિલાને ફટકારી કાઢી મૂકી

divyabhaskar.com | May 19, 2017, 16:26 PM IST

  • ટ્રિપલ તલાકનો ડર બતાવી વધુ એક મુસ્લિમ સગર્ભાને પતિએ કાઢી મૂકી
સુરતઃ ટ્રિપલ તલાકનો ડર બતાવી વધુ એક મુસ્લિમ સગર્ભાને પતિએ કાઢી મૂકી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. 9 માસના ગર્ભ સાથે ફેમિલી કોર્ટમાં ન્યાય માટે ગયેલી સગર્ભાને પતિ અને નણંદે જાહેરમાં ફટકારી હોવાનું પણ જાણવા મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ પીડિતાએ જણાવ્યું હતું કે, પહેલી પત્ની અને તેના બે બાળકોની વાત છુપાવી મારી સાથે દગાબાજી કરાઈ છે. માતાએ લગ્નમાં આપેલા દાગીના પણ સાસરિયાઓએ લઇ લેતા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.
 
ગર્ભ પડાવી દેવા બહેનોની મદદથી ત્રાસ આપવાનું શરૂ કર્યું
 
પીડિતાએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં જ તેમના લગ્ન ભેસ્તાન આવાસમાં રહેતા વસીમ સૈયદ સાથે થયા હતા. આજે તેઓ 9 મહિનાના ગર્ભ સાથે પતિ અને નણંદ સામે લડી રહ્યા છે. 7 વર્ષ પહેલાં પહેલી પત્ની અને બે સંતાનોને તરછોડી દેનાર વાસીમે કુંવારો હોવાનું કહીં લગ્ન કર્યા હતા. ચાર માસનો ગર્ભ રહેતા જ વાસીમે પહેલાં લગ્ન થયા હોવાની અને બે બાળકોનો પિતા હોવાનું કહીં આંચકો આપ્યો હતો. ત્યારબાદ ગર્ભ પડાવી દેવા બહેનોની મદદથી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
 
સાસરિયાઓએ કોર્ટ કેમ્પસમાં ફટકારી
 
વધુમાં ઉમેર્યું હતું કે, જેમ તેમ દિવસો વીતી રહ્યા હતા. પતિ અને નણંદનો ત્રાસ વધતો ગયો હતો. આખરે વારંવાર થતા અત્યાચારોથી કંટાળી તેમને પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારબાદ પણ સાસરિયાઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મારઝૂડ કરાતી હતી. જેને લઇ તેઓ ન્યાય માટે ફેમિલી કોર્ટમાં દોડી ગયા હતા. જ્યાં ફરિયાદ કરતા જ પતિ અને સાસરિયાઓએ કોર્ટ કેમ્પસમાં તેમને ફટકારી જમીન પર ફેંકી દીધી હોવાનું પીડિતાની માતાએ જણાવ્યું હતું.
 
કેસ ન કરવા આપી ધમકી
 

માતાએ કહ્યું હતું કે, હાલ તેઓ દીકરીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે તેમને એવી ધમકી અપાઈ છે કે, જો કોઈ કેસ કર્યો છે તો ત્રણવાર તલાક તલાક બોલી તારી દીકરીને છોડી દઈશ. પહેલી પત્ની અને બાળકોની વાત છુપાવી લગ્ન કરનાર વસીમે દાગીના પણ લઈ લીધી હોવાનું પીડિતાની માતાએ જણાવ્યું હતું.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Showing fear of triple divorce to pregnant woman and out of house after beaten in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended